Saudi Arabia,તા.8
રણપ્રદેશ સાઉદી અરેબીયામાં ભારે વરસાદ પણ તવાઈ ગણાય છે. ભારે હિમવર્ષાની કલ્પના પણ મુશ્કેલ છે ત્યારે દેશમાં ઈતિહાસમાં પ્રથમ વખત ભારે હિમવર્ષા થઈ હતી. અલ-જૌફ પ્રદેશની હિમવર્ષાથી લોકો અચંબિત થયા હતા.
જ્યારે અલ-જૌફ વિસ્તારના લોકો સવારે જાગ્યા તો તેમણે સફેદ બરફનો આશ્ચર્યજનક નજારો જોયો. સાઉદી પ્રેસ એજન્સીએ પ્રકાશિત કર્યું કે અહીં માત્ર હિમવર્ષા જ નથી થઈ, પરંતુ ધોધ પણ બન્યા છે, જે ખીણોને પુનજીર્વિત કરે છે અને વિસ્તારને જીવનથી ભરી દે છે. આ શિયાળા જેવું દૃશ્ય પરિવર્તન દર્શાવે છે, કારણ કે દેશ શિયાળામાં પ્રવેશે છે, જે સુંદર વસંત ઋતુને માર્ગ આપે છે જેના માટે અલ-જોફ પ્રખ્યાત છે.
જોકે, સાઉદીના હવામાન વિભાગે આગામી દિવસોમાં ખરાબ હવામાન ચાલુ રહેવાની ચેતવણી જારી કરી છે. અલ-જૌફના લોકો પણ મોટાભાગના ભાગોમાં તોફાનની અપેક્ષા રાખી શકે છે.
વધુ ભારે વરસાદ અને કરા પડવાને કારણે વિઝિબિલિટી ઘટી શકે છે. આ વાવાઝોડા સાથે જોરદાર પવનની પણ શક્યતા છે, જેના કારણે અધિકારીઓને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સાઉદી અરેબિયા એકમાત્ર એવો દેશ નથી કે જ્યાં અસામાન્ય હવામાનનો અનુભવ થાય. અગાઉ યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) પણ આવા જ હવામાન ફેરફારોમાંથી પસાર થઈ ચૂક્યું છે.