Rajkot, તા.21
સૌરાષ્ટ્ર યુનિ.ની બી.સી.એ. સેમ-5ની પરીક્ષામાં તાજેતરમાં ભગો કરવામાં આવેલ હતો. જેમાં જામનગરની કોલેજની ઇન્ટરનલ પરીક્ષાનું પેપર બેઠેબેઠુ પૂછી નંખાતા વિવાદ થયો હતો.
જેથી બી.સી.એ. સેમ-5નું આ પ્રોગ્રામિંગ ઇન પાયથોન વિષયનું પેપર રદ કરી તેને હવે તા. રરના લેવાનો યુનિ. દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે. આ પ્રકરણમાં સૌરાષ્ટ્ર યુનિ.ની બી.સી.એ. સેમ-પની પરીક્ષામાં પ્રોગ્રામિંગ ઇન પાયથોન વિષયનું પેપર સેટ કરનાર જામનગરની દોશી કોલેજના અધ્યાપક હિરલ પંડયાને પરીક્ષાની કામગીરીમાંથી ડીપોર્ટ કરી દેવામાં આવેલ છે.
બી.સી.એ. સેમ-પનું રદ્દ કરાયેલ આ પેપર તા.22ના સવારના 10.30 કલાકથી પરીક્ષા કેન્દ્રો પર લેવાશે આ અંગે યુનિ. દ્વારા પરીપત્ર પણ ઇશ્યુ કરી દેવામાં આવેલ છે.

