Mumbai,તા.29
ગઈકાલે મુંબઈની તાજ હોટલ ખાતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની 94મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. વાર્ષિક સભામાં બીસીસીઆઈએ તેની નવી ટીમની જાહેરાત કરી હતી. પ્રમુખ તરીકે મૂળ જમ્મુના રહેવાસી અને પૂર્વ ક્રિકેટર મિથુન મન્હાસ પ્રમુખ બન્યા હતા.
ઉપપ્રમુખ તરીકે રાજીવ શુક્લા, સેક્રેટરી તરીકે દેવજીત સૈકિયા, જોઇન્ટ સેક્રેટરી તરીકે પ્રભતેજ ભાટિયા અને ખજાનચી તરીકે રઘુરામ ભાટ બિનહરીફ ચૂંટાયા હતા. આ ઉપરાંત એપેક્ષ સભ્ય તરીકે સૌરાષ્ટ્ર ક્રિકેટ પ્રમુખ જયદેવ શાહ ચૂંટાયા હતા. આઇપીએલ ચેરમેન અરૂણ સિંહ ધુમલ અને આઇપીએલ ગવર્નિંગ સભ્ય તરીકે ખેરૂલ મજુમદાર ચૂંટાયા છે.
મિથુન મન્હાસ, રઘુરામ ભાટ અને જયદેવ શાહ નવી ટીમમાં સામેલ થયા હતા, અન્ય તમામ લોકોને ફરી એક વખત રીપીટ કરવામાં આવ્યા છે. આ સાથે પુરુષના પસંદગીકારોની જાહેરાત કરવામાં આવી હતી.
જેમાં અજિત અગરકાર ચેરમેન તરીકે યથાવત રહેશે, સભ્યોમાં શિવ સુંદર દાસ, અજય રાત્રા પણ રિપીટ થયા છે જ્યારે પ્રગ્યાન ઓઝા અને આર.પી.સિંઘનો સમાવેશ કરાયો છે