Surat. તા.4
આરોપી જતીન અને તેની ગેંગ આ સમગ્ર ફાઇનાન્સિયલ મોડ્યુલને ત્રણ લેયરમાં ઓપરેટ કરતી હતી. જેમાં પ્રથમ લેયરમાં મર્ચન્ટ (ગેમિંગ વેબસાઇટ)આ લેયરમાં જુદી જુદી ગેમિંગ/બેટિંગ વેબસાઇટ્સ (મર્ચન્ટ) કાર્યરત રહેતી હતી.
આ વેબસાઇટ્સ લોકોને ગેમિંગ કે બેટિંગ માટે આકર્ષતી હતી અને કસ્ટમરો અહીં કોઈન કે ટોકન ખરીદવા ઈચ્છતા હતા. આ લેયરમાં ઘણી અલગ-અલગ વેબસાઇટ્સ બનાવવામાં આવતી હતી જેના થકી લોકોને મોટી સંખ્યામાં આકર્ષિત કરી શકાય.
બીજું લેયરમાં એકાઉન્ટન્ટ અને મ્યુલ બેંક એકાઉન્ટઆ લેયરમાં જતીન ઠક્કરની ભૂમિકા એકાઉન્ટન્ટ તરીકે શરૂ થતી હતી. તે લગભગ 50 જેટલી ગેમિંગ વેબસાઇટ્સને સંભાળતો હતો. કસ્ટમર જ્યારે કોઈન ખરીદવા માટે UPI એકાઉન્ટ આપે, ત્યારે તે રકમ `બ્રાન્ચવાળા’ દ્વારા પૂરા પાડવામાં આવેલા મ્યુલ બેંક એકાઉન્ટ્સમાં મંગાવવામાં આવતી હતી.
`બ્રાન્ચવાળા’ એવા લોકો હતા જેઓ ડમી નામો (જેમ કે ‘જોન 3121) હેડળ માલ બેંક એકાઉન્ટ અને તેની કીટ મંગાવવામાં આવતી હતી. ‘બ્રાન્ચવાળા’ એવા લોકો હતા જેઓ ડમી નામો (જેમ કે ‘જોન રેપર’) હેઠળ મ્યુલ બેંક એકાઉન્ટ અને તેની કીટ જતીનને આપતા હતા.
ગેમિંગ વેબસાઇટમાંથી મળનારા પૈસા આ મ્યુલ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. જતીન નક્કી કરતો હતો કે કયા દિવસે, કયા મ્યુલ એકાઉન્ટમાં કેટલા પૈસા મંગાવવા. દરેક એકાઉન્ટમાં નાની નાની એમાઉન્ટ નાખવામાં આવતી હતી જેથી બેંકની નજરમાં ન આવે.
જ્યારે ત્રીજા લેયરમાં હવાલા અને વિદેશી ટ્રાન્સફરઆ અંતિમ લેયરમાં, તમામ મ્યુલ એકાઉન્ટ્સમાંથી એકત્ર થયેલી રકમને એક મોટા એકાઉન્ટમાં મોકલવામાં આવતી હતી. આ મોટા એકાઉન્ટમાં એકઠી થયેલી મોટી એમાઉન્ટને ત્યારબાદ વીડ્રો કરાવીને હવાલાના માધ્યમથી ભારતની બહાર મોકલવાનું કામ આ ગેંગ કરતી હતી.
આ ઉપરાંત, સૌથી મહત્વની વાત એ છે કે ગેમ રમીને જે લોકો જીતી જતા હતા, તેમને જીતેલી રકમ ચૂકવવા માટે પણ આરોપીઓ આ સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા પૈસાનો જ ઉપયોગ કરતા હતા, જેનાથી આખું નેક્સસ ચાલતું રહે.

