Ahmedabad,, તા.23
શ્લોસ બેંગ્લોર લિ.નો રૂા. ૩૫૦૦ કરોડ સુધીના મૂલ્યનો પ્રત્યેક રૂા. ૧૦ની ફેસ વેલ્યુ ધરાવતા ઈક્વિટી શેર્સનો આઈપીઓ ઓફર સોમવાર તા. ૨૬ મે ના રોજ મૂડીબજારમાં ખુલશે.
આ ઓફરમાં રૂા. ૨૫,૦૦૦ મિલિયન (રૂા. ૨,૫૦૦ કરોડ) સુધીના ઈક્વિટી શેસના ફ્રેશ ઈશ્યૂ અને વેચાણકર્તા શેરધારક-પ્રોજેકટ બેલેટ બેંગ્લોર હોલ્ડિંગ્સ પ્રા.લિ. દ્વારા રૂા. ૧૦,૦૦૦ મિલિયન (રૂા. ૧૦૦૦ કરોડ) સુધીના મૂલ્યના ઈક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.
રેડ હેરિંગ પ્રોસ્પેકટસ થકી ઓફર કરાયેલા ઈક્વિટી શેરને એનએસઈ અને બીએસઈ ખાતે લિસ્ટીંગ કરવાની દરખાસ્ત છે.