Jamnagar તા ૨૬,
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આજથી રાજ્યની તમામ શાળાઓમાં પ્રવેશોત્સવ યોજવા નું નક્કી કરાયું છે, જે અનુસાર જામનગરની દેવરાજ દેપાળ સ્કૂલ કે જેમાં આ વખતે પ્રથમવાર ઇંગ્લીશ મીડીયમ ની પ્રાઇમરિ સ્કૂલ શરૂ કરવામાં આવી છે, ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળામાં આજે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી ઉપસ્થિત રહ્યા હતા.
આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી તેમજ અન્ય હોદ્દેદારો ઉપરાંત કોર્પોરેટર ધીરેનભાઈ મોનાણી, અને કુસુમબેન પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય સહિતના મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરાયું હતું, તેમજ સ્કૂલ બેગ, પુસ્તકો વગેરેની ભેટ શોગાદો અપાઈ હતી.