Morbi,તા.30
મોરબી જીલ્લામાં નવા સત્રના પ્રારંભે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ત્યારે મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા કાર્યક્રમો અંગે પ્રહારો કરીને શાળાઓ જર્જરિત હાલતમાં છે તેનું રીપેરીંગ કોણ કરાવશે ? તેવો સવાલ પૂછ્યો છે
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ સરકારના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંગે કટાક્ષ કરતા જણાવ્યું છે કે કાર્યક્રમો યોજ્યા તે બરોબર છે પરંતુ જીલ્લાના ગામડાઓની શાળાઓ જર્જરિત હાલતમાં છે જે શાળાઓમાં કોઈ અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ ? જીલ્લાના ગામડાઓની તમામ શાળામાં શિક્ષકોની ઘટ છે અને અધ્યતન શૈક્ષણિક સાધનોનો અભાવ છે જેથી વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી શકતું નથી પરિણામે બાળકો અભ્યાસ માટે શહેર તરફ વળવા લાગ્યા છે જે ચિંતાનો વિષય છે
મોરબી જીલ્લાની શાળાઓમાં શિક્ષકોની ઘટ અને શાળાઓની જર્જરિત હાલતથી અધિકારીઓ વાકેફ છે કે કેમ ? ગામડામાં શિક્ષણની પરિસ્થિતિને ધ્યાને લીધા વગર રાજકીય નેતાઓ અને સરકારી અધિકારીઓ કાર્યક્રમો કરીને સરકારના નાણાનો દુરુપયોગ કરે છે તે કેટલા અંશે વ્યાજબી છે જેથી સરકારી નાણાનો દુરુપયોગ કરવાને બદલે શાળાઓને રીનોવેશન કરી, નવા શિક્ષકોની નિમણુક કરી શાળાઓમાં બાળકોને અધતન શૈક્ષણિક સાધનો પુરા પાડવામાં આવે તેવી માંગ કરી છે