Gandhinagar, તા.25
શૈક્ષણિક વર્ષ 2025 – 26 માટે આવતીકાલે તા.26 થી 28 જૂન સુધી રાજયભરમાં શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવનાર છે. આ અંગે પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલના જણાવ્યાનુસાર રાજયભરમાં મુખ્યમંત્રી તથા સીનીયર મીનીસ્ટર્સ સહિત આશરે 400 અગ્રણીઓ અધિકારીઓ તથા પદાદિકારીઓ શાળા પ્રવેશોત્સવ દરમ્યાન અલગ અલગ લોકેશન પર ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં રાજયની તમામ સરકારી પ્રાથમિક, સરકારી અને અનુદાનિત તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, જ્ઞાનશકિત રેસીડેન્શીયલ સ્કૂલ્સ અને રક્ષાશકિત સ્કૂલ્સમાં પ્રવેશોત્સવની કામગીરી હાથ ધરાશે.
વધુમાં તેમણે જણાવેલ કે શાળામાં નામાંકિત વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ દર વર્ષ 2023 – 24 માં ધો.1 થી 5 માં 1.07 ટકા હતો અને ધો.1 થી 8 માં 2.42 ટકા જેટલો નીચે આવ્યો છે. આ અંગે તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી તથા મંત્રીમંડળની ઉપસ્થિતિમાં ઉકત નિર્ણય લેવાયો હતો.