Botad તા.5
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર રાજ્યદ્વારા આયોજિત તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી બોટાદ દ્વારા સંચાલિત ‘શાળાકીય તાલુકા કક્ષાની એથ્લેટિક’બહેનોની સ્પર્ધા 2/8 ના લાઠીદડ ખાતે યોજાઈ હતી.
તેમાં શ્રી કન્યા વિદ્યાલય લાઠીદડની સ્પર્ધા ઉંચી કુદમાં વનાળીયા રિયા ઘનશ્યામભાઈ પ્રથમ ક્રમે રહ્યા ગોળાફેકમાં દ્વિતીય અને તૃતીય અનુક્રમે ચૌહાણ જાસ્મીન અને સાનિયા દયા ઘૂઘાભાઈ તેમજ 100 મીટરની દોડમાં ત્રીજા ક્રમે કડીવાર ક્રિષ્ના રસિકભાઈ.
આ તમામ સ્પર્ધકો હવે પછી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે તાલુકા ચેમ્પિયન થઈ તે બદલ હું શિક્ષણ સમિતિના ચેરમેન એ ડી ભાઈ ભાવનગરિયા તેમજ વ્યાયામ શિક્ષકની ફરજ બજાવતા સવજીભાઈ ખાંભડીયા ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.