Junagadh,તા.9
જુનાગઢની ડો.સુભાષ યુનિ.ના સાયન્સ સ્કૂલના રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા ભૌતિકશાસ્ત્રી નીલ્સ બોહરની જન્મજયંતિને ઉજવવા હેતુથી ‘એટોમેનિયા-2025’ વૈજ્ઞાનિક કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં આરએફએસએલ, જૂનાગઢના ડેપ્યુટી ડિરેકટર ડો.રાજેશ યાદવ વિશિષ્ટ અતિથિરૂપે હાજર રહ્યા હતા, જયારે દીવની સરકારી વિજ્ઞાન કોલેજની આસિસ્ટન્ટ પ્રો. ડો.શ્રુતિ કાનગડેએ વિદ્યાર્થીઓ માટે માહિતીપૂર્ણ એકસપર્ટ ટોક પ્રસ્તુત કરી હતી. એકસપર્ટ ટોક પછી વિદ્યાર્થીઓ માટે રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા બલુન બ્લાસ્ટ, કિવઝ સ્પર્ધા અને મોડેલ પ્રેઝન્ટેશન જવા વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કુલ 100થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ તેમના વિજ્ઞાનપ્રેમ અને કૌશલ્ય પ્રદર્શન કર્યુ હતું. વિજેતાઓને આકર્ષક ઈનામો અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક ચિંતન, સંશોધન પ્રવૃતિ અને પ્રયોગાત્મક જ્ઞાન માટે નવો ઉત્સાહ પ્રેરાયો હતો.
આ ભવ્ય આયોજનને સફળ બનાવવા બદલ ડો. સુભાષ યુનિ.ના પ્રમુખ રાજભાઈ ચાવડા તથા પ્રોવોસ્ટ ડો. દીપક પટેલે સ્કૂલ ઓફ સાયન્સના ડીન ડો.મયંક પંડયા તેમજ ફેકલ્ટીને અભિનંદન પાઠવ્યા હતા.