Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!

    October 16, 2026

    આજનું રાશિફળ

    October 16, 2026

    Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત

    October 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
    • આજનું રાશિફળ
    • Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
    • Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
    • Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
    • Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
    • Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
    • Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbiના ભવાની ચોક ગરબી ચોકમાં સ્કોર્પીઓ કાર ચાલકનો આતંક, પુરપાટ કાર ચલાવી ખુરશીઓ ઉલાળી
    મોરબી

    Morbiના ભવાની ચોક ગરબી ચોકમાં સ્કોર્પીઓ કાર ચાલકનો આતંક, પુરપાટ કાર ચલાવી ખુરશીઓ ઉલાળી

    Vikram RavalBy Vikram RavalOctober 16, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સદનસીબે ખુરશીઓ ખાલી હોવાથી કોઈ જાનહાની નહિ, આગળ પણ એક કારને ટક્કર મારી

    (રવિ નિમાવત દ્વારા)

    Morbi તા.૧૬ઃ

    Morbiમાં પોલીસની ધાક ઓસરી ગઈ હોય તેમ ગુનાખોરી સતત વધી રહી છે લુખ્ખા તત્ત્વો અવારનવાર પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થાય તેવા કૃત્યો જાહેરમાં કરતા જોવા મળે છે ગત રાત્રીના મોરબીના ભવાની ચોક ગરબી ચોકમાં ગરબી ચાલુ હતી ત્યારે એક સ્કોર્પીઓ કાર ચાલકે પુરઝડપે ગાડી ચલાવી જગ્યા ના હોવા છતાં ખુરશીઓ ઉલાળી પુરઝડપે નીકળી ગયો હતો

    શહેરના ભવાની ચોકમાં પ્રાચીન ૫૬ વર્ષથી ચાલતી ગરબી ચાલી રહી હતી ત્યારે એક સ્કોર્પીઓ કારનો ચાલક પુરઝડપે ગરબી ચોક પાસેથી પસાર થયો હતો અને ગરબી જોવા આવનાર માટે ખુરશીઓ રાખી હોવાથી ગાડી નીકળે તેટલી જગ્યા ના હોવા છતાં ખુરશીઓ ઉલાળી ગાડી ચલાવી પુરઝડપે નીકળી ગયો હતો કાર ચાલકે જે ખુરશીઓ ઉલાળી તેની નજીક જ અન્ય ખુરશીઓમાં લોકો બેસેલ હતા સદનસીબે જે ખુરશીઓને ઠોકર મારી તેમાં કોઈ બેસેલ ના હોવાથી કોઈ જાનહાની કે ઈજા થઇ નથી

    જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે એટલું જ નહિ આ બેફામ ચલાવતા કાર ચાલકે આગળ જતા એક અન્ય કારને પણ ટક્કર મારી હતી રાત્રીનો સમય હોવાથી કાર રોડ પર ઉભી હતી જેની સાઈડમાંથી કાઢવા જતા એ કારને પણ ટક્કર મારી હતી જે સ્કોર્પીઓ કાર પાછળ એક ત્રિપલ સવારી બાઈક પણ સીસીટીવી કેમેરામાં જોવા મળે છે તે બાઈક વાળા કારની સાથે હતા કે કાર પાછળ પડ્યા હતા તે તપાસ બાદ સ્પષ્ટ થશે તેમજ હિંદુ તહેવાર દરમિયાન શંતિ ડહોળવાનો પ્રયાસ હતો કે કેમ તે દિશામાં પણ તપાસ કરવી જરૂરી છે

    જોકે આ ઘટનાએ ફરીથી પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે જે ગરબી ચોકમાંથી સ્કોર્પીઓ ચાલક પુરઝડપે નીકળ્યો ત્યાં એક પોલીસ જવાન પણ તૈનાત હતા ગરબીમાં સુરક્ષા કારણોસર પોલીસનો બંદોબસ્ત આપવામાં આવે છે અને પોલીસની હાજરી છતાં આવારા તત્વોને પોલીસનો ખોફ રહ્યો ના હોય તેમ બેફામ ગાડી ચલાવી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે કાયદાના રક્ષકોએ આવા તત્વોને કાયદાનું ભાન કરાવી લોકોને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે

    ભવાની ચોકમાં ગરબીમાં ગોઠવેલી ખુરશીઓ કાર ચાલકે ઉલાળી તે સ્થળ એ ડીવીઝન પોલીસ સ્ટેશનની પાછળ છે ભવાની ચોકથી એ ડીવીઝન પોલીસ મથક ૧૦૦ મીટર પણ છેટું નથી પાછળના ભાગમાં પોલીસ લાઈન પડે છે જેમાં એ ડીવીઝન પોલીસ મથક આવેલ છે અને પોલીસ મથકની આટલી નજીકના વિસ્તારમાં પણ આવારા તત્વો સીન સપાટા નાખતા જરા પણ ડર અનુભવતા નથી અને પોલીસનો કોઈ ખૌફ રહ્યો ના હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે

    મોરબીમાં ધાર્મિક નવરાત્રીના આયોજન દરમિયાન બેદરકારીપૂર્વક વાહન ચલાવવાની ઘટના અંગે વિશ્વ હિન્દુ પરિષદબજરંગ દળની કડક કાર્યવાહીની માંગમોરબી મોરબીમાં ચાલી રહેલા પવિત્ર નવરાત્રી મહોત્સવ દરમિયાન ગઈકાલે રાત્રે એક ગંભીર ઘટના સામે આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, એક સ્કોર્પિયો કાર પૂરપાટ ઝડપે ચલાવીને ગરબીના આયોજન સ્થળે બાળાઓ બેઠી હોય તે વિસ્તાર તરફ લઈ જવામાં આવી હોવાની ઘટના બની હતી. આવી બેદરકારીભરી હરકતથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ શક્યા હોત. ધાર્મિક ઉત્સવ દરમિયાન આવી ઘટનાઓ અત્યંત ચિંતાજનક છે.

    ઘટનાની જાણ થતાં જ વિશ્વ હિન્દુ પરિષદબજરંગ દળના કાર્યકર્તાઓ રાત્રે જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પોલીસ પ્રશાસન સમક્ષ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જવાબદારો સામે કાયદેસરની તથા કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી. સાથે જ, જે ગરબીના આયોજન સ્થળે આ ઘટના બની હતી, ત્યાંના આયોજક ભાઈઓની મુલાકાત લઈને તેમની સાથે ચર્ચા કરવામાં આવી હતી અને તેમને યોગ્ય સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી હતી.

    વિશ્વ હિન્દુ પરિષદબજરંગ દળે સ્પષ્ટ જણાવ્યું છે કે નવરાત્રી એ માતાજીની આરાધના, પૂજા-પાઠ અને શક્તિ ઉપાસનાનો પવિત્ર તહેવાર છે. આવા ધાર્મિક આયોજનોમાં બાળાઓ, મહિલાઓ, પરિવારો અને નાગરિકો સુરક્ષિત વાતાવરણમાં ઉત્સવ ઉજવી શકે તે સુનિશ્ચિત કરવું પોલીસ પ્રશાસન તથા સંબંધિત તંત્રની મહત્વપૂર્ણ જવાબદારી છે.

    સંગઠને વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ દારૂ કે અન્ય નશાની હાલતમાં વાહન ચલાવીને અથવા પૂરપાટ ઝડપે અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરીને જાહેર જનતા, ગરબીના આયોજકો કે ધાર્મિક સ્થળોની સુરક્ષાને જોખમમાં મૂકે, તો આવી હરકતો કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. આ પ્રકારની પ્રવૃત્તિઓ સામે સંગઠનનો સખત વિરોધ છે.

    સમગ્ર મોરબીમાં જ્યાં જ્યાં નવરાત્રી અને ગરબીનું આયોજન થઈ રહ્યું છે, ત્યાં આયોજક ભાઈઓની સુરક્ષા અને સહયોગ માટે વિશ્વ હિન્દુ પરિષદબજરંગ દળ તેમની સાથે ઊભું છે. કોઈપણ સ્થળે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો, ધાર્મિક આયોજનમાં ખલેલ પહોંચાડવાનો કે લોકોની સુરક્ષાને જોખમમાં મૂકવાનો પ્રયાસ થશે, તો સંગઠન કાયદાકીય માર્ગૅ યોગ્ય રજૂઆત કરી જરૂરી કાર્યવાહી માટે અવાજ ઉઠાવશે.

    સંગઠને પોલીસ પ્રશાસનને અપીલ કરી છે કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, સીસીટીવી ફૂટેજ તથા અન્ય ઉપલબ્ધ પુરાવાઓની ચકાસણી કરવામાં આવે અને તપાસમાં દોષિત જણાતા વ્યક્તિઓ સામે કાયદા મુજબ તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ, નવરાત્રીના બાકીના દિવસોમાં તમામ ગરબી સ્થળોએ જરૂરી પોલીસ બંદોબસ્ત અને સુરક્ષાની વ્યવસ્થા મજબૂત કરવામાં આવે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbi: ત્રાજપર ચોકડી ખાતે રાજ્યમંત્રીના વરદ હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ
    Next Article Kutchના નાના રણમાં આવેલું પ્રસિદ્ધ ’ઘુડખર અભયારણ્ય’ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: ત્રાજપર ચોકડી ખાતે રાજ્યમંત્રીના વરદ હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ

    October 16, 2026
    મોરબી

    Wankaner નજીક સિરામિક ફેકટરીમાં ટ્રક રીવર્સ લેતી વખતે ક્લીનરનું કચડાઈ જતા મોત

    October 16, 2026
    મોરબી

    Morbiના ગુંગણ ગામે ટ્રેક્ટર અને રોટાવેટર વચ્ચે આવી જતા યુવાનનું મોત

    October 16, 2026
    મોરબી

    Morbiની સામાન્ય સભામાં અધિકારીઓ સાથે સંકલનના અભાવમાં મેયરનો એક જ જવાબ, સુચના આપી-સુચના આપી

    October 15, 2026
    મોરબી

    Morbiમાં ૭૦ વર્ષ પ્રાચીન અંબિકા ગરબી મંડળમાં ગરબે ઘૂમતી બાળાઓ !

    October 15, 2026
    મોરબી

    Wankanerના મેસરીયામાં કાર છોડાવવા બાબતે ખાર રાખી તલવાર, લોખંડના પાઇપ વડે હુમલો, કારના કાચ તોડ્યા

    October 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,490
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,290
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹202,100
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-10-2026 21:50
    Categories
    Latest News

    Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!

    October 16, 2026

    આજનું રાશિફળ

    October 16, 2026

    Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત

    October 16, 2026

    Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત

    October 16, 2026

    Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત

    October 16, 2026

    Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન

    October 16, 2026
    Search
    Main News

    બાંગ્લાદેશ જેવી ઘટનાઓથી પ્રેરિત વિપક્ષ દેશમાં અરાજકતા ફેલાવીને સત્તા મેળવવા માંગે છે, સંરક્ષણ મંત્રી Rajnath Singh

    October 16, 2026

    આ વર્ષે દિવાળી પર Firecrackers ખરીદવા ગ્રાહકો માટે ખૂબ મોંઘા પડી શકે છે

    October 16, 2026

    કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે ૩૦ દિવસનું Bonus મંજૂર કર્યું

    October 16, 2026

    Pm Modiએ લદ્દાખમાં આશરે ૩,૩૫૦ કરોડના પાંચ મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું

    October 15, 2026

    Pm Modiએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનના સહભાગીઓ સાથે મુલાકાત કરી

    October 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!

    October 16, 2026

    આજનું રાશિફળ

    October 16, 2026

    Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત

    October 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.