લૌકીકમાં ગયેલા યુવાનને કારમાં ઉઠાવી ગોંડલ લઈ જઇ માર માર્યો
Rajkot,તા.27
રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ માં ભંગારનો ધંધો કરતા યુવાનને રૂપિયાની લેતી દેતી ના મનદુઃખમાં મોટરમાં ઉપાડી જઇ ગોંડલ લઈ જઇ માર માર્યાના બનાવમાં ઇજાગ્રસ્ત યુવાનને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ શાપર વેરાવળ ઓદ્યોગિક વિસ્તારમાં આવેલા શીતળા માતા ના મંદિર નજીક ઝુપડપટ્ટીમાં રહેતા ભંગારના ધંધાર્થી વિજય રાજુભાઈ સોલંકી ૨૧ ગઈકાલે સાંજે ભાણેજ ના લૌકિકએ ગયો હતો ત્યારે શીતળા માતાના મંદિરેથી અબ્દુલ, સલીમ, કલ્લુ, અને સમીરે ઝઘડો કરી વિજય સોલંકી ને મોટરમાં બેસાડી ગોંડલ બસ સ્ટેન્ડ પાસે લઈ જય તો ધોકા વડે માર માર્યો હતો, વિજયને ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ભાંગે ગોંડલ સીટી એ ડિવિઝન પોલીસના એએસઆઈ વાસંતીબેન એ તપાસ હાથ ધરી છે. બનાવનાર કારણ અંગે વિજય સોલંકી ના પારિવારિક સૂત્રોએ જણાવ્યું હતું કે વિજય એ ભંગારના ધંધા માટે સાડા ચાર લાખ રૂપિયા ઉછીના લીધા હતા આ પૈસાના વહીવટના મન દુઃખમાં અબ્દુલ ,સલીમ ,કલ્લુ અને સમીરે ઝઘડો કરી વિજય નું અપહરણ કરી માર માર્યા નો આક્ષેપ કર્યો હતો