પટેલનગર-રમાં યુવકને બે શખસોએ ઝઘડો કરી છરીનો ઘા ઝીંકતા જીવલેણ નીવડયો: સિવિલ હોસ્પિટલમાં ૧૦ દિવસની સારવારમા દમ તોડયો
Rajkot,તા.22
શહેર ના પટેલનગર વિસ્તારમાં રહી કારખાનામાં કામ કરનાર શ્રમિક યુવાનના દાદાનું અવસાન થયા બાદ તેણે ફેસબુક સ્ટોરીમાં દાદાનો ફોટો મુક્યો હોય દરમિયાન તેના જ ગામના વતની શખસે તેની નીચે હાસ્યવાળું ઈમોજી મુક્તા બંને વચ્ચે બોલાચાલી થઈ મિત્ર બંને યુવાન સાથે ઝઘડો કરી ગત તા.૧૨-૯ના રાત્રીના છરીનો ઘા ઝીંકી દીધો હતો. ઘવાયેલા યુવાનને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમા દમ તોડી દેતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ બિહારના વતની અને હાલ રાજકોટમાં પટેલનગર-૨ ગાયત્રી પાનવાળી શેરીમાં રહેતા પ્રિન્સ અનિલભાઈ ભીંડ (ઉ.વ ૨૦)નો તા.૧૨-૯ના રાત્રિના ૨ માં આવેલા જહાનવી પ્રોસેસ નામના ૧૨:૩૦ વાગ્યે આસપાસ પટેલનગર કારખાનામાં કામ કરતો હતો પર પડેલી રીક્ષામાં બેસી ફોન જોતો કારખાનામાંથી નવરો થઈ સામેના રોડ હતો. બ્રિજેશે દોડી તેને પકડી લીધો હતો બાદમાં બીપીન તેની પાસે આવી તું શું મારી સાથે અવારનવાર બોલાચાલી, ઝઘડો કરે છે? આજે તો તને મારી જ નાખવો છે તેમ કહી હાથમાં રહેલ છરીનો એક ઘા યુવાનને પીઠના ભાગે મારી દીધો હતો.ત્યારબાદ યુવાને દેકારો કરતા આ બંને શખસો યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલે યુવકને ખસેડવામાં આવ્યો હતો.
ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં આરોપી તરીકે મૂળ બિહારના વતની અને હાલ સોરઠીયાવાળી શેરી નંબર ૧૧ માં રહેતા બીપીન રજીંદર ગોંડ અને બ્રિજેશ ગોંડના નામ આપ્યા હતા.ચારક મહિના પેલા યુવાન ના દાદાજી રૂપનારાયણબનનું અવસાન થયું હતું . જેથી તેણે ફેસબુક સ્ટોરીમાં દાદાજીનો ફોટો મૂક્યો હતો. તે જ દિવસે તેના જ ગામના વતની બીપીનકુમારે આ સ્ટોરીમાં હાસ્યવાળી ઇમોજી મૂકી રીપ્લાય આપ્યું હતું. જેથી આ બાબતે આ સ્ટોરીમાં હાસ્યવાળી ઈમોજી મૂકી તે દિવસે બંને વચ્ચે ફોનમાં બોલાચાલી થઈ હતી. ઘવાયેલા યુવાનને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમા દમ તોડી દેતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો.