લોકોમાં શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટી, અને તાવના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો
Rajkot,તા.30
શહેરમાં સતત ત્રણ દિવસની મેઘરાજાની મહેર બાદ વરસાદ ધીમો પડતા દર્દીઓની ભીડ સિવિલ હોસ્પિટલમાં નજરે પડી રહી છે.પોલીસ ચોકીને અડીને એક જ દીવાલે આવેલા એક્સ-રે વિભાગમાં દર્દીઓની લાંબી કતારો નજરે પડી રહી છે.શહેરમાં ભારે વરસાદને પગલે સિવિલ હોસ્પિટલમાં તેની અસર જણાઈ છે.વરસાદી માહોલને પગલે સિવિલમાં દર્દીની ભારે ભીડ જણાઈ રહી છે.ઈમરજન્સી વિભાગ અને ઓપીડી બિલ્ડિંગમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉભરાયા છે.શરદી ઉધરસ અને ઝાડા ઉલ્ટીના કેસો નોંધાયા છે. આ ઉપરાંત કમરનો દુખાવો અને હાડકાના દુખાવાના દર્દીઓમાં પણ મોટો વધારો જોવા મળ્યો છે જેના કારણે તસવીરમાં નજરે પડી રહ્યું છે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીને અડીને આવેલા એક્સ-રે વિભાગમાં દર્દીઓની મોટી કતારો જોવા મળી રહી છે.