Mumbai,તા.19
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ ગુરુવાર, 18 સપ્ટેમ્બરના રોજ, હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ પર લગાવેલા આરોપોને રદ કર્યા, જેમાં ગૌતમ અદાણી અને તેમની કંપનીઓ (જેમ કે અદાણી પોર્ટ્સ અને અદાણી પાવર) પર શેરબજારમાં હેરાફેરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
24 જાન્યુઆરી, 2023ના રોજ, હિંડનબર્ગ રિસર્ચે એક અહેવાલ બહાર પાડ્યો જેમાં અદાણી ગ્રુપ સામે મની લોન્ડરિંગથી લઈને સ્ટોક મેનીપ્યુલેશન સુધીના વિવિધ ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પરિણામે, 25 જાન્યુઆરી સુધીમાં ગ્રુપના શેરની માર્કેટ વેલ્યૂ આશરે 12 બિલિયન (રૂ।.1 લાખ કરોડ) ઘટી ગયું હતું.
અદાણીએ કોઈપણ ખોટા કામના આરોપોને નકારી કાઢ્યા હતા. જોકે, સુપ્રીમ કોર્ટે આ મામલાની તપાસ માટે છ સભ્યોની સમિતિની રચના કરી હતી, અને SEBIએ પણ તપાસ હાથ ધરી હતી.
આ કેસમાં અદાણીને કોર્ટ દ્વારા પહેલાથી જ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ચુકાદા પછી ગૌતમ અદાણીએ કહ્યું, “કોર્ટનો નિર્ણય દર્શાવે છે કે સત્યનો વિજય થયો છે. સત્યમેવ જયતે. અમારી સાથે ઉભા રહેલા લોકોનો હું આભારી છું. અમે ભારતની વિકાસગાથામાં યોગદાન આપતા રહીશું. જય હિંદ.”