Rajkot, તા.15
ભારત અ અને દક્ષિણ આફ્રિકા એ વચ્ચેની પ્રથમ બિનસત્તાવાર વન-ડે મેચ રાજકોટના ખંડેરીના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ભારતે ચાર વિકેટથી જીત મેળવી હતી અને ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી હતી. શ્રેણીની બીજી મેચ કાલે રમાશે.
રાજકોટમાં કાલે ભારત દક્ષિણ આફ્રિકાની `એ ‘ ટીમો વચ્ચે બીજો વન ડે યોજવા જઈ રહ્યો છે. કાલનો મેચ ખૂબ રોમાંચક રહેશે. પહેલો મેચ 13 નવેમ્બરે યોજાયો હતો જેમાં ભારતની ટીમનો વિજય થયો હતો. આવતીકાલે રવિવાર હોવાથી લોકોની ભારે ભીડ જોવા મળશે.
પહેલા દિવસે પણ લોકોએ મેચને આવકાર્યો હતો. આથી બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આવતીકાલે લોકો ટીમ ઈન્ડિયાની જર્સી પહેરી ભારતીય ટીમનો જુસ્સો વધારશે.રવિવાર હોવાથી સ્ટેડિયમ દર્શકો થી છલકાશે.ડે-નાઈટ જંગ છે. પ્રથમ મેચ ભારત જીત્યું હતું. આથી શ્રેણીમા 1-0 થી આગળ છે.
અભિષેક તિલક વર્મા જેવા બેટરોની સટાસટી ત્થા અર્શદીપ જેવા બોલરોનો તરખાટ જોવા મળવાની સંભાવના છે. ઓપનર રૂતુરાજ ગાયકવાડની સદીના કારણે ભારત એ ટીમે પ્રથમ બિન ઓપચારિક વનડેમાં દક્ષિણ આફ્રિકા એ ટીમને ચાર વિકેટથી હરાવી દીધી.
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા, દક્ષિણ આફ્રિકાએ ડીન ફોરેસ્ટર, ડિલાનો પોટગીટર અને જોર્ન ફોચ્ર્યુનની અડધી સદીની મદદથી 50 ઓવરમાં નવ વિકેટે 285 રન બનાવ્યા.
જવાબમાં, ગાયકવાડે 129 બોલમાં 117 રન બનાવ્યા, જેમાં 12 ચોગ્ગાનો સમાવેશ થાય છે, જેના કારણે ભારત એ ટીમ 49.3 ઓવરમાં છ વિકેટે 290 રન સુધી પહોંચી ગઈ. લક્ષ્યનો પીછો કરતા, ગાયકવાડ અને અભિષેક શર્માની ઓપનિંગ જોડીએ ભારત એ ટીમને મજબૂત શરૂઆત અપાવી. અભિષેક 25 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો.આવતીકાલે પણ દમદાર બેટિંગ જોવા મળશે.

