Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Dwarka માં 4.45 ઇંચ વરસાદ ખાબકતાં તરબોળ, રાજ્યના 100 તાલુકામાં મેઘમહેર

    July 5, 2025

    પહેલીવાર Aamir Khan and Rajinikanth કુલીમાં સાથે જોવા મળવાનાં છે

    July 5, 2025

    Mimi Chakraborty સૌરવ ગાંગુલીની બાયોપિકમાં ડોનાની ભૂમિકા ભજવી શકે?

    July 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Dwarka માં 4.45 ઇંચ વરસાદ ખાબકતાં તરબોળ, રાજ્યના 100 તાલુકામાં મેઘમહેર
    • પહેલીવાર Aamir Khan and Rajinikanth કુલીમાં સાથે જોવા મળવાનાં છે
    • Mimi Chakraborty સૌરવ ગાંગુલીની બાયોપિકમાં ડોનાની ભૂમિકા ભજવી શકે?
    • Robotની મદદથી કરવામાં આવી પ્રથમ સિમેન્ટલેસ સર્જરી
    • Amarnath Yatra ની પાંચ બસો વચ્ચે ટકકર : 36 યાત્રાળુઓ ઘાયલ
    • 20 વર્ષ બાદ Uddhav and Raj Thackeray એક મંચ પર
    • Anita Hassanandani એ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી,હું સાઇન ઓફ કરી રહી છું
    • Allu Arjun and Deepika Padukone ની જોડી જોવા મળશે. તેઓ ’રાવણમ’
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»“MSME and Developed India@2047”વિષય પર પરિષદનું આયોજન કરાયું
    અમદાવાદ

    “MSME and Developed India@2047”વિષય પર પરિષદનું આયોજન કરાયું

    Vikram RavalBy Vikram RavalJuly 5, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.05

    અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા “એમએસએમઇ અને વિકસિત ભારત@2047” વિષય પર પર બીજી રાઉન્ડ ટેબલ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદનો ઉદ્દેશ્ય 2047 સુધીમાં વિકસિત ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવામાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (એમએસએમઇ) ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવાનો હતો. આ કાર્યક્રમમાં એમએસએમઇ ક્ષેત્ર માટે નવીન વિચારો અને વ્યૂહરચનાઓ પર વિચાર-વિમર્શ કરવા માટે મુખ્ય હિતધારકો એકઠા થયા હતા.

    આ ચર્ચાનું આયોજન એએમએ દ્રારા શ્રી શાંતનુ શ્રીવાસ્તવ, એમડી, ઇશાન ઇન્ટરનેશનલ લિ. અને ઇશાન ફાઉન્ડેશન, જાણીતા ઉદ્યોગસાહસિક, લેખક અને વૈશ્વિક એમએસએમઇ એડવોકેટ; શ્રી સંદીપ સિંહ, અર્થશાસ્ત્રી, લેખક અને ઇન્ટરિમ ચેરપર્સન, બોર્ડ ઓફ ગવર્નર્સ, આઈઆઈએમ કાશીપુરના સહયોગથી કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ શ્રી વિમલ અંબાણીએ જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણનું વિઝન એક મહત્વાકાંક્ષી છતાં પ્રાપ્ત કરી શકાય તેવું લક્ષ્ય છે, જેનો ઉદ્દેશ્ય ગરીબી દૂર કરવાનો અને “સબ કા વિકાસ” (સર્વના વિકાસ) સુનિશ્ચિત કરવાનો છે. આ વિઝનને હાંસલ કરવા માટે “સબ કા સાથ, સબ કા વિશ્વાસ ઔર સબ કા પ્રયાસ” (સર્વના સાથ, સર્વના વિશ્વાસ અને સર્વના પ્રયાસ)નો સામૂહિક પ્રયાસ અનિવાર્ય છે.”

    અંદાજો સૂચવે છે કે ભારત ૨૦૪૭ પહેલાં પણ વિકસિત રાષ્ટ્ર બની શકે છે, જેમાં અર્થતંત્ર ૨૦૪૬-૪૭ સુધીમાં ૫૨ ટ્રિલિયન ડોલરથી વધુ અને માથાદીઠ આવક વાર્ષિક ૩૪,૦૦૦ ડોલરથી વધુ થવાની સંભાવના છે, જે માનવ વિકાસ સૂચકાંક, જીવનની ગુણવત્તા, પોષણ, આરોગ્યસંભાળ, શિક્ષણ અને માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે.

    એમએસએમઇ ક્ષેત્રને આ પરિવર્તનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર તરીકે ઓળખવામાં આવે છે, જે જીડીપીમાં ૩૨%થી વધુ, નિકાસમાં ૪૫% અને ઔદ્યોગિક ઉત્પાદન અને રોજગારમાં નોંધપાત્ર ફાળો આપે છે. નાગપુરથી શરૂ થતી ભારતભરના વિવિધ શહેરોમાં યોજાનારી ગોળમેજી પરિષદોનો ઉદ્દેશ્ય આ ક્ષેત્રની વણવપરાયેલી સંભવિતતાને ઉજાગર કરવાનો અને ૧૫% થી વધુ વાર્ષિક વૃધ્ધિ હાંસલ કરવા અને નિકાસને નોંધપાત્ર રીતે વેગ આપવા માટે સર્જનાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપવાનો છે.

    એએમએના પ્રમુખ ડો. સાવન ગોડિયાવાલાએ જણાવ્યું હતું કે, “આ પહેલના મુખ્ય ઉદ્દેશ્યોમાં સરકારી નીતિઓ સાથે સંપૂર્ણ સંકલન હાંસલ કરવું, એમએસએમઇ દ્રારા સામનો કરવામાં આવતી સૂક્ષ્મ અને સ્થૂળ સમસ્યાઓનું નિરાકરણ લાવવું, અને સ્ટાર્ટઅપ્સની સફળતાનો દર ૧૦%થી લઈ જઈને ૫૦%થી વધુ વધારવાનો સમાવેશ થાય છે.”

    ડો. જયમિન વસાએ જણાવ્યું હતું કે, “અમને વિશ્વાસ છે કે એમએસએમઇ ક્ષેત્ર ભારતની ૨૦૪૭ સુધીની યાત્રામાં એક અગ્રણી બની શકે છે, જે જીડીપી વૃધ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપશે અને દેશને વિકસિત રાષ્ટ્ર બનવા તરફ લઇ જશે. આ ચર્ચાઓ સરકાર અને અન્ય હિતધારકોને કાર્યવાહી માટે રજૂ કરવામાં આવનાર અંતિમ અહેવાલ તરફ દોરી જશે, જેમાં પ્રગતિની સમીક્ષા કરવા અને અવરોધો દૂર કરવા માટે સતત ફોલો-અપ સત્રો યોજાશે.”

    વધુ વિગતો માટે કૃપા કરીને એએમએને ૦૭૯-૨૬૩૦૮૬૦૧ પર સંપર્ક કરો અથવા એએમએ વેબસાઇટની મુલાકાત લો: www.amaindia.org

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Geniben જિલ્લો તો સંભાળી શક્તા નથી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ થવા નીકળ્યા છે

    July 4, 2025
    અમદાવાદ

    Ahmedabad માં પ્રાચીન ખજાનાની ચોરી,સરખેજના રોજાના ગુંબજ પરથી કળશ ગાયબ થયું

    July 4, 2025
    અમદાવાદ

    7 જુલાઈથી અમદાવાદમાં શરૂ થશે Gujaratનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર

    July 4, 2025
    અમદાવાદ

    Idar માં 6, મોડાસામાં 5.5 સહિત ગુજરાતમાં ધોધમાર મેઘસવારી

    July 4, 2025
    અમદાવાદ

    વીજ કરંટના કારણે યુવાનના મૃત્યુ બદલ વીજ કંપનીએ યુવકની માતાને વળતર આપવું પડે: HC

    July 3, 2025
    અમદાવાદ

    ગુજરાતમાં લોકોએ ભાજપ અને કોંગ્રેસ બંનેને નકારવાનો નિર્ણય લીધો છે,Kejriwal

    July 2, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Dwarka માં 4.45 ઇંચ વરસાદ ખાબકતાં તરબોળ, રાજ્યના 100 તાલુકામાં મેઘમહેર

    July 5, 2025

    પહેલીવાર Aamir Khan and Rajinikanth કુલીમાં સાથે જોવા મળવાનાં છે

    July 5, 2025

    Mimi Chakraborty સૌરવ ગાંગુલીની બાયોપિકમાં ડોનાની ભૂમિકા ભજવી શકે?

    July 5, 2025

    Robotની મદદથી કરવામાં આવી પ્રથમ સિમેન્ટલેસ સર્જરી

    July 5, 2025

    Amarnath Yatra ની પાંચ બસો વચ્ચે ટકકર : 36 યાત્રાળુઓ ઘાયલ

    July 5, 2025

    20 વર્ષ બાદ Uddhav and Raj Thackeray એક મંચ પર

    July 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Dwarka માં 4.45 ઇંચ વરસાદ ખાબકતાં તરબોળ, રાજ્યના 100 તાલુકામાં મેઘમહેર

    July 5, 2025

    પહેલીવાર Aamir Khan and Rajinikanth કુલીમાં સાથે જોવા મળવાનાં છે

    July 5, 2025

    Mimi Chakraborty સૌરવ ગાંગુલીની બાયોપિકમાં ડોનાની ભૂમિકા ભજવી શકે?

    July 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.