Gandhinagar, તા. 5
ગુજરાતના બહુચર્ચિત 2002ના ગોધરા હત્યાકાંડ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગોધરા કેસના સાક્ષીઓની સુરક્ષા દૂર કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ગોધરા કાંડના કેસના કુલ 14 સાક્ષીઓની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે, જેમને અગાઉ 150 સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) કર્મચારીઓ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવતી હતી.
ગૃહ મંત્રાલયની ભલામણ બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. જણાવવામાં આવી રહ્યુ છે કે, SIT એ 10 નવેમ્બર, 2023 ના રોજ તેનો ભલામણ અહેવાલ રજૂ કર્યો હતો.
જેમાં સાક્ષીઓના રક્ષણને દૂર કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. આમ વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. આ 14 સાક્ષીઓની સુરક્ષા પાછી ખેંચી લેવાઈ છે.