ટોરેન્ટ પાવર પ્લાન્ટ ની જમીન માંથી બાવળ કાપવા મુદ્દે થઈ હતી ધોકાવાળી
Rajula,તા.03
રાજુલાના રામપરા- ૨મા ટોરેન્ટ પાવર પ્લાન્ટ ની જમીન માંથી બાવળ કાપનાર મુદ્દે માર મારવાના બનાવનો કેસ ચાલી જતા સુપરવાઇઝર ને સાત વર્ષની સજા નો હુકમ રાજુલા કોર્ટે આપ્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ વર્ષ 2015માં ટોરેન્ટ પાવર માં સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે નોકરી કરતા કનુભાઈ લખમણભાઇ ડોડીયા ફરજ પર હતા ત્યારે કાળુભાઈ વાઘ રામપરા વાળા ટોરેન્ટ પાવર પ્લાન્ટ ના સંકુલમાંથી બાવળ કાપતા હતા આ મુદ્દે સિક્યુરિટી સુપરવાઇઝર કનુભાઈ ડોડીયા, પ્રતાપભાઈ કુમારભાઈ, અને નાનું ચિન્નાએ કનુભાઈ ડોડીયાને લાકડી ધોકા થી માર મારી હાથ અને પગ ભાંગી નાખ્યા હતા અને ખુન ની ધમકી આપવાના બનાવમાં થયેલી ફરિયાદને લઈને આઇપીસી કલમ 323 અંતર્ગત તૈયાર કરી રાજુલા એડિશનલ ચીફ મિનિસ્ટરની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. આ કેસમાં સરકારી વકીલ દિવ્યેશભાઈ ગાંધી ની દલીલોને દસ્તાવેજી પુરાવાનું મૂલ્યાંકન કરી આરોપી તરફ કેસ સાબિત થયાનું માની કોર્ટે તારણ કાઢ્યું હતું કે બાવળો કાપવા જેવી સામાન્ય બાબતે ગંભીર હુમલો કરેલ હોય જો આવા વ્યક્તિને છોડવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશો જાય આ બનાવમાં ફરિયાદી કનુભાઈ ને ફેકચર જેવી ઈજા થઈ હોય કલમ 323 અંતર્ગત આ કેસમાં આરોપીને એક વર્ષની કેદ 1000 નો દંડ અને કલમ 325 માં સાત વર્ષની કેદ 5,000 નો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા મળી કુલ સાત વર્ષની સજા અને 6,000 નો દંડ માંથી ફરિયાદીને 5500 નું વળતર ચૂકવવા હુકમ કરતા ફફડાટ ફેલાયો છે આ કામે સરકાર પક્ષે સરકારી વકીલ દિવ્યેશભાઈ ગાંધી રોકાયા હતા