વૃદ્ધને પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ બદલાવી અજાણ્યા શખ્સે છેતરપિંડી આચરી
Rajkot,તા.04
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા બાલાજી હોલ પાસે બીઓબી બેંકના એટીએમ માં પૈસા ઉપાડવા ગયેલા સિનિયર સિટીઝન નું એટીએમ કાર્ડ બદલી અને અન્ય કાર્ડ ધાબડી દઈ અજાણ્યા શખ્સે પાંચ દિવસ સુધી પાંચ ટ્રાન્જેક્શન કરી રૂપિયા અઢી લાખ રૂપિયા ઉપાડી લીધા અંગેની માલવયા નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.શહેરના 150 ફૂટ રીંગ રોડ ગોવર્ધન ચોક નજીક રોયલ એલીગન્સમાં રહેતા હર્ષકાંત શિવરામભાઈ દેસાણી બાલાજી હોલ સામે આવેલી બેંક ઓફ બરોડાના એ.ટી.એમ.ખાતે રૂપીયા ઉપાડવા ગયેલો હતો ત્યારે એ.ટી.એમ.માં ત્રણ થી ચા૨ વ્યક્તીઓ હાજર હતા મે મારૂ એ.ટી.એમ. કાર્ડ એ.ટી.એમ. મશીનમાં નાખી રૂપીયા ઉપાડ વાનો પ્રયત્ન કરેલ પરંતુ રૂપીયા ઉપડેલ નહિ દરમીયાન મારી બાજુમાં ઉભેલ અજાણ્યા વ્યકતી મને કહેલ કે તમારા એ.ટી.એમ.નો પાસવર્ડ ખોટો છે મે તેને મારા બેંક ખાતાનુ એ.ટી .એમ કાર્ડ આપેલ અને તેણે એ.ટી.એમ. મશીનમાં મારૂ કાર્ડ નાખી પ્રોસેસ કરતા મારા મોબાઈલ ફોનમાં ઓ.ટી.પી. આવેલ જે મે અજાણ્યા વ્યક્તીને આપેલ અને તેણે પ્રોસેસ કરતા રૂપીયા ઉપડેલ નહિ એ.ટી.એ મ.કાર્ડ મને પરત આપી દિધેલ બાદ હું ગોંડલ રોડ ઉપર આવેલ બેંક ઓફ બરોડા બેંક શાખામાં પાસબુકમાં એન્ટ્રી કરાવતા મને જાણ થયેલ કે મારા બેંક ખાતામાંથી એ.ટી.એમ. દ્વારા રૂપીયા ૨,૫૦ લાખ ઉપડેલ છે. જે રૂપીયા મે ઉપાડેલ ન હોય અને બ્રાંચ મેનેજરને વાત કરતા તેણે તથા ત્યાં હાજર બેંકના કર્મચારીઓએ મારૂ એ.ટી.એમ કાર્ડ માંગેલ જેથી મે મારૂ એ. ટી.એમ. કાર્ડ આપતા તેણે જણાવેલ કે આ એ.ટી.એમ. કાર્ડ તમારૂ નથી આ એ.ટી.એમ.કાર્ડ કોઈ વિનોદભાઈ રણછોડભા ઈના નામનુ છે જેથી મે મારૂ ઉપરોક્ત બેંક ખાતુ બ્લોક કરાવી દિધેલ અને એ.ટી.એમ. કાર્ડનો ઉપયોગ ૧૫૦ ફુટ રીંગ રોડ, બાલાજી હોલ પાસે આવેલ એ.ટી.એમ. ખાતે કરેલ હોય ત્યારે એ.ટી.એમ.માં હાજર અજાણ્યા વ્યકતી એ.ટી.એમ.કાર્ડમાં પાસવર્ડ સેટ કરવા સારૂ મારી પાસેથી ઓ.ટી.પી. મેળવી તેમાં પાસવર્ડ સેટ કરી મારૂ એ.ટી.એમ. કાર્ડ પોતાની પાસે રાખી લઈ મને વિનોદભાઈ રણછોડભાઈના નામનુ એ.ટી.એમ. કાર્ડ આપી પીયા ૨,૫૦ લાખ રોકડા રૂપીયા ઉપાડી લઈ મારી સાથે ઠગાઈ કરેલ હોય તેના વિરુધ્ધ ધોરણસર થવા મારી ફરીયાદ છે.