જીતુ પરમાર
Mangrol તા.૧૬ઃ
Mangrol શેરિયાજ બારા બંદર પર સવારે દરીયાકાંઠેથી એક લાશ મળી આવ્યા બાદ લોકોમાં શરૂ થયેલી અનેક ચર્ચાઓ અને આશંકાઓ વચ્ચે બપોર બાદ લાપતા એવા અન્ય માછીમારનો પણ દરીયા કાંઠે થી મૃતદેહ મળી આવ્યો હતો. દરીયાના પાણીમાં ડુબી જવાથી બન્નેના મોત નિપજયા હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.રાત્રિના માછીમારી કરવા ગયેલ બે યુવાન માંથી સવારના એક દરિયા કાંઠે અકે મૃતદેહ બપોર બાદ બીજો મુતદેમળી આવ્યો હતો
માંગરોળ ના શેરીયાજ બારા ગામે આજે સવારે દરીયાકાંઠે મૃતદેહ જોવા મળતા મરીન પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ મરીન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિકોએ આ મૂતક છેલ્લા કેટલાય સમયથી અહીં માછીમારીનો ધંધો કરતા માધવપુરના રહેવાસી અલ્તાફ હાસમભાઈ ભેસલીયા (ઉ.વ.૩૩)નો હોવાનું જણાવ્યું હતું. જો કે સાથે ફિશીંગ કરતો એક યુવાન લાપતા હતો. ફાયર વિભાગ, સ્થાનિક માછીમારોએ તેની શોધખોળ માટે ભારે જહેમત હાથ ધર્યા બાદ સાંજે ચારેક વાગ્યાના સુમારે દરીયામાંથી ચાંદ હુસેન હીસબાની (ઉ.વ.૧૮)ની પણ લાશ મળી આવી હતી.
બંન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં મછીયારા સમાજના લોકો ઉમટી પડ્યા હતા. મૃતક અલ્તાફના પરિવારજનોએ આ બનાવ શંકાસ્પદ હોવાના આક્ષેપો કર્યા હતા. મરીન પીઆઈ એન. વાઘેલાએ જણાવ્યું હતું કે મૃતકના શરીર પર દેખીતી રીતે ઈજાના કોઈ નિશાન જણાતા નથી. હાલના તબક્કે દરીયામાં ડુબી જતાં બન્નેના મોત થયા હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

