Mumbai,તા.18
અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરો મુદ્દે બુધવારે લેવાનારા નિર્ણયથી રોકાણકારો સાવચેતી સાથે આગેકૂચ કરી રહ્યા છે. આજે ભારતીય શેરબજાર ફ્લેટ ખૂલ્યા બાદ ફરી પાછા વધ્યા છે. સેન્સેક્સ 10.46 વાગ્યે 83310.32ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે, નિફ્ટી પણ 25478.60ની ઓલટાઈમ હાઈ થયો હતો.
11.00 વાગ્યે સેન્સેક્સ 172.52 પોઈન્ટ ઉછળી 83252.18 અને નિફ્ટી 41.70 પોઈન્ટ સુધરી 25460.25 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3853માંથી 1774 સ્ક્રિપ્સ સુધારા તરફી અને 1912 સ્ક્રિપ્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહી હતી. 225 શેર્સ વર્ષની ટોચે અને 20 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા. 258 શેર્સમાં અપર સર્કિટ અને 181 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી.
આઈટી-ટેક્નો શેર્સમાં પ્રોફિટ બુકિંગ
શેરબજારમાં આજે આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં સૌથી વધુ વેચવાલીનું પ્રેશર જોવા મળ્યું હતું. જેના પગલે ઈન્ડેક્સ 2 ટકાથી વધુ તૂટ્યા છે. નિફ્ટી50માં સામેલ ટેક મહિન્દ્રા 3.28 ટકા, ઈન્ફોસિસ 3.28 ટકા, ટીસીએસ 2.79 ટકા તૂટી ટોપ લૂઝર્સ રહ્યા છે. બીજી તરફ ટેલિકોમ, હેલ્થકેર ઈન્ડેક્સ પણ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
માર્કેટમાં વલણ સાવચેતીનું
વૈશ્વિક બજારો અને રોકાણકારોની નજર હાલ અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા બુધવારે રેટ કટ મામલે લેવાનારા નિર્ણય પર છે. 54 ટકાથી વધુ લોકોને વ્યાજના દરમાં 0.5 ટકાનો અને 46 ટકા લોકોને વ્યાજના દર 0.25 ટકા સુધી ઘટવાની અપેક્ષા છે. ડોલર ઈન્ડેક્સ પણ તૂટ્યો છે. પરિણામે માર્કેટમાં હાલ સાવચેતીનું વલણ જોવા મળ્યું છે.
Nifty50 ખાતે શેર્સની સ્થિતિ
શેર | છેલ્લો ભાવ | ઉછાળો |
BAJFINANCE | 7544.9 | 2.44 |
SHRIRAMFIN | 3493.65 | 2.02 |
HDFCBANK | 1695.9 | 1.62 |
HEROMOTOCO | 6055 | 1.57 |
SBILIFE | 1845 | 1.42 |
શેર | છેલ્લો ભાવ | ઘટાડો |
TECHM | 1597.3 | -3.28 |
INFY | 1895.65 | -2.91 |
TCS | 4380.05 | -2.79 |
LTIM | 6287.5 | -2.61 |
WIPRO | 538 | -2.52 |