કૃષ્ણ ફ્લોર મિલના ભાડું આપે ત્રાહિત ને જગ્યા આપતા માલિકે અદાલતમાં કબજો મેળવવા દાદ માંગતા મંજૂર
Rajkot,તા.29
શહેરના જાગનાથ પ્લોટમાં આવેલા કૃષ્ણ ફલોર મિલના મૂળ ભાડુઆતે ત્રાહિતને આપ્યા બાદ તેમાં ગેરકાયદે પ્રવૃત્તિ સબબ જગ્યા ખાલી કરવાના નીચલી કોર્ટના હુકમ સામેની અપીલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે.વધુ વિગત મુજબ શહેરમાં ૬/૧૩ જાગનાથ પ્લોટમાં, ‘રમાવીલા’ નામે જસવંતસિંહ ટપુભાઈ ગોહેલની મિલકતમાં છેવાડાનાં ભાગે આવેલી દુકાન પ્રવીણભાઈ ગોpરધનભાઈ વરૂ કૃષ્ણ ફ્લોર મિલના નામથી ભાડુઆત દરજજે ઉપયોગ કરતા હતાં. તે દરમ્યાન પ્રવીણભાઈ વરૂએ ભાડાવાળી દુકાન અન્ય ત્રાહીતને આપેલ અને ભાડાવાળી દુકાનમાંથી દારૂની બોટલ મળી આવતા પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં આશીફ હાજીભાઈ શેખ સામે ગુનો નોંધાયેલ. આ ભાડુઆત ભાડાવાળી જગ્યા અન્ય ત્રાહિતને આપીને ગેરકાનૂનીનો ધંધો કરાવતા હોવા સબબ મકાન માલિક જસવંતસિંહ ટપુભાઈ ગોહેલે ભાડાવાળી દુકાનનો ખાલી કબજો મળવા તથા કાયમી મનાઈહુકમ મેળવવાનો ૨૦૧૦માં દાવો દાખલ કરેલ. જે દાવો ચાલી જતા જે તે વખતના એડિશનલ સિનિયર સિવિલ જજ ટી. જે. દેવડાએ દાવો મંજુર કરેલ અને ભાડાવાળી કૃષ્ણ ફ્લોર મિલવાળી દુકાન મકાન માલિકને સોંપી આપવાનો હુકમ કર્યો હતો. તે હુકમ સામે પ્રવીણભાઈ ગોરધનભાઈ વરૂએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જે અપીલના કામે રિસ્પોડન્ટનાં એડવોકેટ તરફે દલીલ કરવામાં આવેલ કે, સદરહું ભાડાવાળી દુકાન કૃષ્ણ ફલોર મિલ અન્ય ત્રાહિતને આપેલ હતું, ત્યાર બાદ સદરહું દુકાનમાં ગેરકાયદેનો દારૂનો ધંધો થતો હોવાનું પોલીસના પંચનામા રિપોર્ટ પરથી સાબીત કરેલ છે. અપીલના તબક્કે ભાડુઆત દરજજે એવી દલીલ કરવામાં આવેલ કે, ભાડુઆત પ્રવીણભાઈ વરૂને એલર્જી હોય, અન્ય નિષ્ણાંત વ્યકિત કામ માટે રાખેલ છે. પરંતુ તે અન્વયેનાં કોઈ પુરાવાઓ રજુ કરવામાં આવેલ નહીં. આ કેસમાં તે તમામ હકીકતો ધ્યાને લઈ સેશન્સ કોર્ટ નીચેની કોર્ટે જે ચુકાદો આપેલ છે તે ખરો અને કાયદેસરનો ઠરાવી ભાડુઆતની અપીલ રદ કરી છે. આ કામમાં રિસ્પોન્ડન્ટ મકાન માલિક વતી એડવોકેટ દીપક સી.વ્યાસ તથા નિકુંજ બી. ગણાત્રા રોકાયા હતા.