વાહન પર લીધેલી લોનની ચુકવણી પેટે આપેલો ચેક પરત ફરવાના કેસમાં 1 વર્ષની સજા, વળતરના હુકમ સામે લોન ધારકે દાદ માંગી તી
Rajkot,તા.04
ચોલામંડલમ ફાયનાન્સમાંથી વાહન ખરીદવા લીધેલી લોનની ચુકવણી માટે આપેલ ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની સજા તથા વળતર ચુકવવાના હુકમ સામે આરોપીએ સેશન્સ અદાલતમાં ફોજદારી અપીલ કરી હતી. જે ચાલી જતા નીચેની કોર્ટનો હુકમ કાયમ રાખી ફરીયાદીને વળતર પેટે રૂ.૨૩,.૫૦ લાખ ચુકવા હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ ટંકારાના કલ્યાણપુરમાં રહેતા મહેશભાઈ વી. ઝાપડાએ વાહન ખરીદવા રાજકોટ સ્થિત ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્સ કું.લી. માંથી કંપનીના ધારાધોરણ અને નીતીનિયમ મુજબ રૂા.૧૫,૮૪, ૧૩૦ની લોનની લીધી હતી. આરોપીએ ચડત હપ્તાઓની ચુકવણી માટે ફરીયાદી કંપનીને રૂા. ૧૭,૧૭, ૫૨૧નો ચેક આપ્યો હતો. જે ચેક પરત ફરતા ફરીયાદી કંપની દ્વારા આરોપી વિરુધ્ધ રાજકોટની અદાલતમાં ચેક રિટર્નની ફરીયાદ દાખલ કરી હતી. જે કેસ ચાલી જતા આરોપી મહેશ વી. ઝાપડાને એક વર્ષની જેલની કેદની સજાનો તેમજ ફરીયાદીને ચેક પેટેની રકમ ચુકવવાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ આરોપી દ્વારા નીચેની અદાલતના હુકમથી નારાજ થઈ સેશન્સ અદાલતમાં ફોજદારી અપીલ દાખલ કરી હતી. જે અપીલ ચાલી જતા બન્ને પક્ષની રજુઆત બાદ ફરિયાદી તરફે રોકાયેલા વકીલ દ્વારક કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ સેશન્સ અદાલત દ્વારા નીચેની અદાલતનો હુકમ કાયમ રાખી આરોપીને એક વર્ષની જેલની સજા તેમજ ફરીયાદીને વળતર પેટે રૂ.૨૩.૫૦ લાખ ચુકવા હુકમ કર્યો છે.
આ કેસમાં ફરીયાદી કંપની વતી રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા,નંદિમ ધંધુકિયા, વિશાલ કૌશીક,ભુમિકા નંદાણી, દિવ્યમ દવે, નૈમીષ રાદડીયા અને કેવીન ભીમાણી રોકાયા હતા.