Rajkot,તા.02
શહેરના પુષ્કરધામ મેઇન રોડ પર આવેલા કેવલમ ક્વાર્ટર નંબર ૩૪ની સામે ક્રાઈમ બ્રાન્ચની ટીમે જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા સાત પત્તા પ્રેમીને રૂ.૧૮.૮૦૦ની રોકડ સાથે ઝડપી લીધા છે. વધુ વિગત મુજબ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, પુષ્કરધામ મેઇન રોડ પર આવેલા કેવલમ ક્વાર્ટર નંબર ૩૪ની સામે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે. બાતમીના પગલે જુગારનો દરોડો પાડી, જુગાર રમતા સંજય દેસર ભાઈ ખીમસુરીયા, લલિત ભીખાભાઈ સાકરીયા ,પૃથ્વીરાજ શૈલેષભાઈ બગડા ,સુરજ દિનેશભાઈ કટારીયા, વાસીમ સલીમભાઈ કુરેશી ,મુસ્તાકભાઈ હનીફભાઈ જીણા અને કરણ પ્રેમજીભાઈ મયડા નામના પતા પ્રેમીઓને ઝડપી લઇ, જુગારના પટમાંથી રૂ.૧૮.૮૦૦ની રોકડ કબ્જે કરી છે. આ દરોડાની કામગીરી એ.એસ.આઇ રણજીતસિંહ પઢારીયા, વિજયરાજ સિંહ જાડેજા, સંજયભાઈ દાફડા, અશોકભાઈ કલાલ, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ તુલસીભાઈ ચુડાસમા સહિત બતાવી છે.
તહેવારો નજીક આવતા બુટલેગરો સક્રિય થયા છે ત્યારે ગાંધીગ્રામ ૨(યુનિ) પોલીસની ટીમ મુંજકા ચોકડી નજીક પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મુંજકા ચોકડીએ એક શખ્સ શંકાસ્પદ જણાતા તેની તલાસી લેતા તેની પાસેથી વિદેશી દારૂની ૪૬ બોટલ મળી આવતા પોલીસે , નવા 150 ફૂટ રીંગ રોડ પર આવેલા વર્ધમાન વિલા બ્લોક નંબર ૧૦માં રહેતો હિરેન રસિકભાઈ પંડ્યા નામના શખ્સની ધરપકડ કરી તે દારૂ ક્યાંથી લાવ્યો હતો? અને કોને દેવાનો હતો વગેરેને પૂછપરછ હાથ ધરી છે. આ દરોડાની કામગીરી એ.એસ.આઇ જગમલભાઈ ખટાણા, હેડ કોસ્ટેબલ પ્રતાપસિંહ મોયા, જીગ્નેશભાઈ મારુ, ગોપાલસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા અને વીરદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે બજાવી છે.