Jamnagar તા ૧૯
જામનગરમાં દિગજામ વુલન મીલ ફાટક ના બ્રિજ નીચે કેટલાક શખ્સો એકત્ર થઈને ઘોડીપાસા વડે જુગાર રમી રહ્યા છે, તેવી બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો, અને સાત શખ્સો ની અટકાયત કરી લઇ રૂપિયા એક લાખ ૧૪ હજારની માલ મતા કબજે કરી છે.
જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે દિગજામ વુલન મીલ ફાટક બ્રિજની નીચે કેટલાક લોકો એકત્ર થઈ ને ઘોડીપાસા વડે જુગાર રમી રહ્યા છે,જે બાતમીના આધારે દરોડો પાડી, જાહેરમાં જુગાર રમી રહેલા કોમલ કાનાભાઈ કોળી, હિતેશ જગદીશભાઈ દુલાણી, જાવેદ ગનીભાઈ કાસમાણી, રાજેશ બાબુભાઈ પરમાર, વિજય વિનોદભાઈ ડાભી, ગોપાલ રામજીભાઈ કટારીયા, અને આસિફ ઓસમાણભાઈ રાઉમા ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૧૮,૫૦૦ ની રોકડ રકમ, બે મોટરસાયકલ, ચાર મોબાઈલ સહિત રૂપિયા ૧,૧૪,૦૦૦ ની માલમતા કબજે કરી છે.