Junagadh,તા.3
જુનાગઢની હોસ્ટેલ કાંડની વાત થોડા દિવસ પહેલા બનવા પામી હતી. ત્યાં ગઈકાલે વધુ એક આવી જ ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. નવરાત્રીમાં ગાળો બોલવાના મુદ્દે સગીરને અવાવરૂ જગ્યામાં લઈ જઈને પાંચ સગીર અને બે મળી કુલ સાત છોકરાઓએ સિગરેટ ફુંકતા ફુંકતા મારમારી ફિલ્મી ઢબે વીડિયો ઉતારી પટ્ટા વડે ઢોર માર માર્યાનો વીડિયો વાયરલ કર્યો હતો.
આ અંગે સગીરના માતા કોમલબેન શૈલીભાઈ બીપીનભાઈ બાટવીયા (ઉ.60) રે. જલારામ સોસાયટી યશકમલ એપાર્ટમેન્ટ વાળાએ સી ડીવીઝન પોલીસમાં ફરીયાદમાં જણાવ્યા મુજબ તેમનો પુત્ર દેવમ (ઉ.16) ચોથા નવરાત્રીના રઘુંવશી મધુવન પાર્ટી પ્લોટમાં ગરબા રમવા ગયેલ ત્યારે સામે વાળા છોકરાઓ સામે ગાળો બોલવાના મામલે માથાકૂટ થઈ હતી.
ત્યારે મારા દિકરા દેવમે માફી માંગી લીધી હતી. બાદ સાતમા નવરાત્રીના દિકરો જીમમાં હતો ત્યારે તેને નીચે મળવા બોલાવી મોતી બાગ પાસે રાજલક્ષ્મી પાર્કમાં કૈલાસવાડીની અવાવરૂ જગ્યામાં લઈ ગયા હતા ત્યાં આરોપીઓ અર્શીલ જયેશ ફૂલેત્રા, હર્ષલ કલ્પેશ સોલંકી, હેપી ધવલ બુધ્ધદેવ, શુભમ દીપક બુધ્ધદેવ અને જસ્મીન હીતેષ ચંદારાણા રે. બધા જુનાગઢ દેવમને ફિલ્મીઢબે આડેધડ માર મારી ઝાપટો મારી ઢીકાપાટુનો માર મારી માફી મંગાવી તેનો વીડિયો ઉતાર્યો હતો.
દેવમને આંખ પગ-પીઠમાં ઈજાઓ કરી હતી દેવમે ઘરે જવાની વિનંતી કરવા છતા જવા ન દઈ ગેરકાયદે અટકાયત કરી રાખી આરોપી શુભમ બુધ્ધદેવે પોતાની કમ્મરે બાંધેલા પટ્ટા વડે આડેધડ પગમાં માર માર્યો હતો.
દેવમ ઘરે આવેલ ત્યારે પુછતા તેમના પિતાને સઘણી હકીકતની વાત કરતા સી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. વીડિયો વાયરલ થયેલ તેમાં સીગરેટ ફુંકતા ફુંકતા દેવમને માર મારી દાદાગીરી કરતા હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું. સી ડીવીઝનમાં 5 સગીર બે ઓગણીસ વર્ષીના સામે ગુન્હો દાખલ કરાવ્યો હતો. પીએસઆઈ આર.એમ. વાળાએ તપાસ હાથ ધરી છે.