Morbi,તા.27
જુના નાગડાવાસ ગામના રહેણાંક મકાનમાં રેડ કરી તાલુકા પોલીસે સાત પત્તાપ્રેમીઓને ઝડપી લઈને સ્થળ પરથી રોકડ રૂ ૬૯,૦૫૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં જુગાર રમતા હિતેષ ભોગીલાલ મહેતા, પ્રશાંત ઉર્ફે હકાભાઇ પ્રભાતભાઈ ધ્રાંગા, બીજલ અણદાભાઈ સુરેલા, દિલીપ લાભુભાઈ સુરેલા, જયેશ ઉર્ફે જ્યેલો ગગુભાઈ મિયાત્રા, માવજી સુખાભાઈ રાઠોડ અને વનરાજ રામજીભાઈ સરેસા એમ સાતને ઝડપી લઈને રોકડ રૂ ૬૯,૦૫૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે