Rajkot,તા.22
રાજકોટ જિલ્લા કલેકટરનાં આદેશ મુજબ શહેર-જિલ્લાની કરોડો રૂપિયાની કિંમતની સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર ખડકાઈ ગયેલા દબાણો સંબંધિત મામલતદારો ધડાધડ હટાવી રહ્યા છે. અને કરોડો રૂપિયાની કિંમતની સરકારી જમીનો ખુલ્લી કરાવવામાં આવી રહી છે.
સરકારી જમીનોમાં ગેરકાયદેસર રીતે દબાણો કરનાર સામે કાયદેસર રીતે કાર્યવાહી સતત ચાલુમાં રહેશે તેવું મામલતદારશ્રીની યાદીમાં જણાવવામાં આવેલ છે. હાઇ-વે ઉ5ર કરવામાં આવેલ આ દબાણો દૂર કરવાની કામગીરીથી ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં તથા કહેવાતા મોટા માથાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.આ દબાણ દૂર કરવા માટે સર્કલ ઓફીસરશ્રી સત્યમભાઇ શેરસીયા, તલાટીશ્રી ઘારાબેન વ્યાસ દ્વારા તારીખ:-08/04/2025 ના રોજ નોટિસ આપવામાં આવી હતી,
આ દબાણ હટાવમાં સર્કલ ઓફીસરશ્રી સત્યમભાઇ શેરસીયા, તલાટીશ્રી ઘારાબેન વ્યાસ, આર.એમ.સી.ના જેસીબી, પીજીવીસીએલ સ્ટાફ તથા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત દરમ્યાન કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું.જયારે આજરોજ ગામ: માલીયાસણ, તાલુકો: રાજકોટ જીલ્લો: રાજકોટ ના સરકારી ખરાબાના સર્વે નંબર 333 પૈકી ની જમીન પર ખડકાયેલ 3 ઢોર ના તબેલા, 1 દુકાન, 1 મકાન, 1 ગેરેજ/સર્વિસ સ્ટેશન તથા 9 (નવ) જેટલી ચા-પાનની દુકાનો સહિતના દબાણો દુર કરી આશરે 2 (બે) એકર જેટલી જમીન ખુલ્લી કરાવેલ છે જેની બજાર કિંમત આશરે 4 કરોડ થવા પામે છે.
આ દબાણો પૈકી ઢોરના તબેલાવાળી જમીનનું ગેરકાયદેસર વેચાણ થયાનું તંત્રના ધ્યાન પર આવેલ છે જે દિશામાં હાલ તંત્ર ઉંડાણ પુર્વકની તપાસ કરી રહું છે તથા આવનારા સમયમાં આવા દેરકાયદેસર રીતે સરકારી જમીનના વેચાણ કરનારાઓ સામે મહેસુલી તથા ફોજદારી રાહે કાર્યવાહિ કરવામાં આવશે.તેમ રાજકોટ તાલુકા મામલતદાર જણાવેલ હતું.
આ ડિમોલીશન ઝુંબેશ અંતર્ગત આજરોજ કલેકટર આજરોજ કલેકટર પ્રભવ જોષીની સુચના મુજબ જિલ્લામાં એક સાથે બે ડિમોલીશન હાથ ધરાયા હતા.આજરોજ પૂર્વ મામલતદારે બેડી ચોકડી પાસે રૂ।0 કરોડની અને રાજકોટ તાલુકા મામલતદારે માલિયાસણમાંથી રૂ। કરોડની કિંમતની સરકારી જમીને દબાણમુકત કરાવી હતી.
બેડી ચોકડી પાસેથી સાત અને માલિયાસણ માંથી 15 નાનામોટા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવેલ હતું.આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજકોટ મોરબી હાઇવે ઉપર બેડી ચોકડી પાસે આશરે 10 કરોડની કિમતી સરકારી જમીન પર ખડકાયેલ દબાણ દુર કરવા મામલતદાર રાજકોટ શહેર પૂર્વ તા.22/04/2025 (મંગળવાર) રાજકોટ શહેર પૂર્વના વિસ્તારમાં રાજકોટ મોરબી હાઈવે ઉપર બેડી ચોકડી પાસે રાજકોટ શહેરના રે.સ.નં.27 પૈકીની સરકારી ખરાબની જમીન ચો.મી.1000 આશરે છેલ્લા કેટલા સમયથી ગેરકાયદેસર દબાણો થઇ ગયેલા,
રાજકોટ જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષી સાહેબની દબાણ હટાવ ઝુંબેશના ભાગ રૂપે પ્રાંત અધિકારીશ્રી ડો.ચાંદની બી. પરમાર ના માર્ગદર્શન હેઠળ મામલતદાર રાજકોટ શહેર પૂર્વ એસ.જે ચાવડા તથા તેમની ટીમ દ્રારા આજરોજ સરકારી જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવ્યા જેમા કુલ 7 (સાત) દબાણો દુર કરવામાં આવ્યા જે દબાણો પેકીમાં બુટ ભવાની પાન કોલ્ડ્રીંકસ, શેરડીનો ચીચોડો, લાજવાબ નોનવેજ રેસ્ટોરેન્ટ, લાજવાબ પાન અને કોલ્ડ્રીંકસ. સતગુરુ સ્ક્રેપ તથા પંચરનું ટેમ્પરરી સ્ટ્રક્ચર વિગેરે દુર કરી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી.