Jammu and Kashmir ,તા.01
જમ્મુ-કાશ્મીર પ્રશાસને 22 એપ્રિલનાં રોજ પહેલગામમાં થયેલાં આતંકી હુમલા બાદ બંધ સાત પર્યટન સ્થળો ખોલી દીધાં છે. હેડક્વાર્ટરમાં યોજાયેલી બેઠક બાદ ઉપરાજ્યપાલ મનોજ સિન્હાના નિર્દેશ પર પર્યટન સ્થળો ખોલવામાં આવ્યાં છે.
સિન્હાએ ‘એક્સ’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “સંપૂર્ણ સુરક્ષા સમીક્ષા અને બેઠકમાં ચર્ચા પછી, મેં કાશ્મીર અને જમ્મુ વિભાગમાં વધુ પર્યટન સ્થળોને ફરીથી ખોલવાનો આદેશ આપ્યો છે, જે સાવચેતીના પગલાં તરીકે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યાં હતાં.”
ઉપરાજ્યપાલ વહીવટીતંત્રે 22 એપ્રિલે પહેલગામ ક્ષેત્રનાં બૈસરન ખાતે થયેલાં આતંકી હુમલા બાદ 50 જેટલા પર્યટન સ્થળો બંધ કરી દીધાં હતાં. બૈસરનમાં, ભારે સશસ્ત્ર આતંકવાદીઓએ 26 લોકોની ગોળી મારીને હત્યા કરી હતી.
જેમાં મોટાભાગે પ્રવાસીઓ હતાં. કાશ્મીર ડિવિઝનમાં જે સાત પર્યટન સ્થળો ફરીથી ખોલવામાં આવ્યાં છે તેમાં અ વેલી, રાફ્ટિંગ પોઇન્ટ યાનર, અક્કડ પાર્ક, પાદશાહી પાર્ક અને કોમન પોસ્ટનો સમાવેશ થાય છે.
રિયાસીમાં ચેનાબ નદી પર રાફ્ટિંગ ફરી શરૂ
જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં એડવેન્ચર ટૂરિઝમ ફરી શરૂ થઈ ગયું છે અને ઓપરેટરોએ અહીં રાફ્ટિંગ શરૂ કરી દીધું છે. તેનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે.
રિયાસી અહીં રાફ્ટિંગ માટે પ્રખ્યાત છે – બારાદરીમાં. ચેનાબ નદી બારાદરીમાં પર્વતો અને જંગલો વચ્ચે વહે છે, જે હજારો પ્રેમીઓને આકર્ષે છે. અધિકારીઓએ પ્રવાસીઓ માટે કડક સુરક્ષા પગલાં પણ સુનિશ્ચિત કર્યા છે.