Morbi,તા.01
ગટરના પ્રશ્ને ચરાડવા ગ્રામજનોનો કલેકટર કચેરીએ હલ્લાબોલ
જીલ્લા કલેકટર દ્વારા પ્રશ્નોના તાત્કાલિક ઉકેલની ખાતરી મળી
હળવદ તાલુકાના ચરાડવા ગામમાં વર્ષોથી ભૂગર્ભ ગટરની સુવિધા ના હોવાથી ત્રાસી ગયેલા ગ્રામજનોએ આજે જીલ્લા કલેકટર કચેરીએ મોરચો માંડ્યો હતો મહિલાઓ સહીત ૨૫૦થી વધુ ગ્રામજનોનું ટોળું જીલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યું હતું ગટર નહિ તો મત નહિના સુત્રોચ્ચાર સાથે જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું
હળવદ તાલુકાના ચરાડવા ગામે હજુ સુધી ભૂગર્ભ ગટર જેવી પાયાની સુવિધા આપવામાં આવી નથી વર્ષોથી નર્કાગાર સ્થિતિમાં જીવતા ચરાડવા ગામના રહીશોની ધીરજ આજે ખૂટી ગઈ હતી અને મહિલાઓ સહિતના ગ્રામજનોએ કલેકટર કચેરીએ ગટર નહિ તો મત નહિ સુત્રોચ્ચાર અને હાથમાં બેનર દેખાડી વિરોધ નોંધાવ્યો હતો અને જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું ચરાડવા ગામમાં ભૂગર્ભ ગટર મામલે અનેક રજૂઆત કર્યા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મહિલાઓએ રોષભેર જણાવ્યું હતું કે ૩૦-૪૦ વર્ષથી ભાજપને મત આપીએ છીએ પરંતુ ગટરની સુવિધા આપતા નથી પ્રશ્ન ઉકેલાય જાય તો મત આપીશું નહિ તો વિસાવદર વાળી થશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી તેમજ રોડ પર ઉતરવાની, ભૂખ હડતાલ અને કચેરીના ઘેરાવ કરવાની તૈયારી દર્શાવી હતી
પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ કરવાની જીલ્લા કલેકટરની ખાતરી
જીલ્લા કલેકટર ઝવેરીએ રજૂઆત કરવા આવેલ ગ્રામજનોને ખાતરી આપી હતી મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટર ના હોવાથી રોગચાળા અને અન્ય પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી જે મામલે ગામની અધિકારીઓની ટીમ દ્વારા રુબરૂ મુલાકાત લેવામાં આવશે તેમજ કલેકટર અને ડીડીઓ સહિતના અધિકારીઓની હાજરીમાં ગ્રામ સભા યોજી પ્રશ્નો તાત્કાલિક ઉકેલવા પૂરતા પ્રયત્નો કરવામાં આવશે