New Delhi,તા.09
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને દિલ્હીની એક દુલ્હનના જીવનનાં સૌથી મોટા દિવસને વધુ ખાસ બનાવ્યો હતો. તેની ઝલક એક વીડિયોમાં જોવા મળી હતી, જેમાં તે એક લગ્નમાં પરફોર્મ કરતો જોવા મળ્યો હતો.
આ વાત એક મેકઅપ આર્ટિસ્ટ દ્વારા શેર કરવામાં આવી હતી, જેમાં કિંગ ખાન દુલ્હનના લુકના વખાણ કરતાં જોવા મળે છે. જ્યારે વરરાજા અભિનેતા પાસે ઉભો છે. કિંગ ખાન તરફથી પ્રશંસા મળ્યાં બાદ દુલ્હનની ખુશી જોવા જેવી હતી.
વીડિયોમાં શાહરૂખ ખાન તેની 2012ની ફિલ્મ જબ તક હૈ જાનનો ડાયલોગ રિપીટ કરતાં કહે છે, હું તમને ખરેખર કહેવા માંગુ છું કે તમે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યાં છો. માશાઅલ્લાહ ખૂબ જ સુંદર. તમને જોઈને, હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું.. આના પર, કન્યા હસતી અને શરમાઈ જતી જોવા મળે છે.
વીડિયો શેર કરતી વખતે મેકઅપ આર્ટિસ્ટ અમૃત કૌરે લખ્યું, એસઆરકે તમે મારો દિવસ બનાવી દીધો. જેમ તમે દુલ્હન હર્ષિતાની પ્રશંસા કરી છે. તે જે રીતે દેખાતી હતી તે મારી મહેનતનું ફળ હતું, મે તેનો મેક અપ કર્યો હતો.
વીડિયોમાં શાહરૂખ ખાન વરરાજા સાથે મજાક કરતો જોઈ શકાય છે. તે દુલ્હનના વખાણ કેવી રીતે કરવા તે અંગે ફિલ્મ ક્લાસ આપતો પણ જોવા મળે છે. આ સિવાય કિંગ ખાન કલ હો ના હોના ગીત પ્રીટી વુમન અને પઠાણના ગીત ઝૂમે જો પઠાણ પર ડાન્સ કરતાં અને વર-કન્યાને ગળે લગાવતાં જોઈ શકાય છે.
માત્ર બે દિવસમાં આ વિડિઓએ 4.2 મિલિયનથી વધુ વ્યૂઝ મેળવ્યાં છે. કૌરે જણાવ્યું હતું કે, ખાને લગ્નમાં પરફોર્મ કર્યું કારણ કે શાહરૂખ ખાન તે પરિવારનાં મિત્ર હતાં.