Mumbai,તા.03
બોલિવૂડના ‘કિંગ ખાન’ શાહરૂખ ખાન રવિવારે (બીજી નવેમ્બર, 2025) પોતાનો 60મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસરની ઉજવણી માટે ઇન્ડસ્ટ્રીના તેમના નજીકના મિત્રો મુંબઈ નજીક આવેલા તેમના અલીબાગ બંગલા પર પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર પાર્ટીની ઝલક અને તસવીરો શેર થતાં જ ચાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.ફિલ્મ નિર્માતા કરણ જોહરે શાહરૂખ ખાનની બર્થડે પાર્ટીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જેણે પાર્ટીના માહોલને જાહેર કર્યો હતો. એક તસવીરમાં કરણ જોહર સાથે અભિનેત્રી રાની મુખરજી જોવા મળી રહી છે. જો કે, સૌથી વધુ ધ્યાન કરણ જોહરની સેલ્ફીમાં આવેલી અન્ય એક અભિનેત્રી અનન્યા પાંડે ખેંચ્યું હતું, જે બેકગ્રાઉન્ડમાં મસ્તીભર્યા અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે.ફિલ્મ નિર્દેશક અને શાહરૂખ ખાનના નજીકના મિત્ર ફરાહ ખાને પણ બર્થડે બોયની તસવીર શેર કરીને તેમને શુભેચ્છા પાઠવી હતી. ફરાહ ખાને શેર કરેલા ફોટોમાં શાહરૂખ ખાન ટી-શર્ટ અને જીન્સ પહેરેલા કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યા હતા. ફરાહે કેપ્શનમાં લખ્યું હતું, ‘જન્મદિવસની શુભકામનાઓ…

