મને મળ્યો એનાથી ૫૦ ટકા પ્રેમ પણ સુહાના અને આર્યનને મળે તો ઘણું: શાહરૂખ ખાન
Mumbai, તા.૬
શાહરૂખ ખાનના બંને સંતાનો સુહાના અને આર્યન ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી ચુક્યા છે. સુહાના ખાને ઝોયા અખ્તરની ધ આર્ચિઝથી ડેબ્યુ કર્યુ અને હવે તે શાહરૂખ સાથે કિંગમાં કામ કરી રહ્યા છે. જ્યારે આર્યન ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. સોમવારે શાહરૂખ પરિવાર સાથે આર્યનની ડિરેક્ટર તરીકે ડેબ્યુ સિરીઝ‘ધ બૅડ્ઝ ઓફ બોલિવૂડ’ની લોંચ ઇવેન્ટમાં હાજર રહ્યો હતો. આ ઇવેન્ટમાં હાજર લોકો સામે શાહરુખે એક ઇમોશનલ અપીલ કરી હતી,“વિનંતિ અને બહુ દિલથી હું ઇચ્છીશ કે મારા બાળકો જે પ્રથમ કદમ માંડી રહ્યાં છે, એમને પણ જો મને મળ્યો છે એમાંથી ૫૦ ટકા પ્રેમ પણ આ દુનિયા આપી દે તો પણ ઘણું થઈ જશે.”આ સાથે શાહરુખે એવું પણ કહ્યું કે તેણે પોતાની રમૂજવૃતિ અને રમૂજી ન્ક્ટેન્ટ બનાવવાની આવડત આર્યનને વારસામાં આપી છે.“આ સિરીઝમાં મારી સાથે કામ કરી ચૂકેલા જે પણ લોકોએ કામ કર્યું એ બધાનો હું આભારી છું. એમણે ઘણું સારું કામ કર્યું છે. મેં આ સિરીઝના કેટલાંક એપિસોડ જોયાં છે. એ બહુ જ મજાના છે, મને એવું જોવું બહુ ગમે છે. મારા જોક્સથી લોકોને ખોટું લાગે છે, તકલીફ થઈ જાય છે. એટલે મેં મજાક કરવાની છોડી દીધી છે. મેં એ વારસો મારા દિકરાને સોંપી દીધો. મેં કહ્યું જા બેટા, બાપનું નામ રોશન કર.”આ સિરીઝ વિશે જાહેર થયેલાં નિવેદન મુજબ,“એક બહારથી આવેલી મહત્વાંકાંક્ષી વ્યક્તિ અને તેનો મિત્ર બોલિવૂડની એક જાહોજલાલી ભરી અને અનિશ્ચિત દુનિયામાં પ્રવેશ કરે છે. તેમાં હ્યુમર અને કેટલાંક મોટાં કલાકારોના કેમિયો છે, જેનાથી એક બ્લોકબસ્ટર ફિલ્મનો અને એડવેન્ચરનો અનુભવ થશે.” આ સિરીઝ રેડ ચિલીઝ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે અને આર્યન ખાન, બિલાલ સિદ્દીકી તેમજ માનવ ચૌહાણે આ સિરીઝ લખી છે.