Mumbai,તા,01
શાહરુખ દર વખતે મુંબઈમાં બાંદરામાં પોતાના નિવાસસ્થાન મન્નત બંગલો ખાતે બર્થ ડે પાર્ટી યોજે છે પરંતુ આ વખતે મન્નતનું રિનોવેશન ચાલી રહ્યું હોવાથી શાહરુખ મુંબઈ નજીકના અલીબાગમાં તેના ફાર્મ હાઉસમાં બર્થ ડે પાર્ટી યોજવાનો છે.
આ બીજી નવેમ્બરે શાહરુખને ૬૦ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા બોલીવૂડમાં પસંદગીના બોલીવૂડ કલાકારો ઉમટે તેવી ધારણા છે.
શાહરુખ મન્નત બંગલામાં વધુ બે માળ ચણાવી રહ્યો છે. આથી તે હાલ પરિવાર સહિત ખારમાં ફલેટમાં ભાડે રહેવા ગયો છે. મન્નતનું રિનોવેશન આશરે ત્રણ વર્ષ ચાલશે એમ મનાય છે.
એક ચર્ચા એવી પણ છે કે શાહરૂખની તેની પુત્રી સુહાના સાથે આવનારી ફિલ્મ ‘કિંગ’નું ટીઝર અથવા તો ટ્રેલર પોતાના જન્મદિવસે રીલિઝ કરી શકે છે.

