Mumbai,તા.17
શાહિદ કપૂરને ‘ફર્ઝી ટુ’ વેબ સીરિઝ માટે ૪૦ કરોડ ચૂકવાયા હોવાનું કહેવાય છે. શાહિદ એક ફિલ્મ માટે પણ આટલું મહેનતાણું મેળવતો નથી. આમ તેને ફિલ્મ કરતાં પણ વેબ પ્રોજેક્ટ માટે વધારે પૈસા મળ્યા છે. હાલ આ વેબસીરીઝનું લેખનકાર્ય ચાલી રહ્યું છે. શાહિદ આગામી જાન્યુઆરીથી શૂટિંગ કરવાનિો છે. આ વેબ સીરીઝ માટે એકસાથે છ મહિનાની તારીખો ફાળવી દીધી છે. શાહિદ હાલ ‘કોકટેલ ટુ’ માટે રશ્મિકા મદાના અને ક્રિતી સેનોન સાથે ં શૂટિંગ કરીરહ્યો છે.આ ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બર મહિનામાં પુરુ થશે. તે પછી તે ‘ફર્ઝી ટુ’નું શૂટિંગ ચાલુ કરશે.