Mumbai,તા.28
કઝિન જાહ્નવી કપૂરની સરખામણીએ શનાયા કપૂરની કારકિર્દી ધીમે ધીમે આગળ વધી રહી છે. તેની વિક્રાંત મૈસ્સી સાથેની ‘આંખો કી ગુસ્તાખિયાં’ ટિકિટબારી પર ફલોપ ગઈ હતી. હવે તેની નવી ફિલ્મ ‘તુ યા મૈ’ આગામી વર્ષે વેલેન્ટાઈન ડે વખતે રીલિઝ થવાની છે.
આ ફિલ્મમાં આદર્શ ગૌરવ તેનો હિરો છે. બિજોય નામ્બિયાર આ ફિલ્મના દિગ્દર્શક છે.
આ ફિલ્મ અગાઉ આનંદ એલ રાય એકલા હાથે બનાવી રહ્યા હતા. હવે તેમની સાથે પ્રોડયૂસર તરીકે વિનોદ ભાનુશાળી પણ જોડાયા છે. ફિલ્મને નવા પ્રોડયૂસરની જરુર શા માટે પડી તે સ્પષ્ટ કરાયું નથી.