Rajkot, તા.24
ઘંટેશ્વર ખાતે આવેલ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં તા.26/6/2024ના રોજ ગાયત્રીબેન એમ. પંડયાએ એમ.એસ.એમ.ઈ. મશીનરીની ખરીદી માટે ટર્મ લોનની માંગણી કરેલ. જે મશીનરી ખરીદવા માટે રીબડાના શિવ કોર્પોરેશન કંપનીનું કવોટેશન રજુ કરેલ અને બીજા જરૂરી દસ્તાવેજો રજુ રાખેલ હતા.
લોન મંજુર કરવામાં આવેલ હતી.
જેના સેન્કશન લેટર મુજબ ગાયત્રબેને શીવ કોર્પોરેશનના કવોટેશન મુજબની મશીનરી 2 મહિનાની અંદર ખરીદ કરવાની હતી. શિવ કોર્પોરેશનના ખાતામાં ત્રણ કટકામાં રૂા.99,00,000 લોનની રકમ જમા આપવામાં આવેલ. જોકે ગાયત્રીબેને તેમની મશીનરી સમયમર્યાદામાં ઈન્સ્ટોલ કરી અને બેંકને તેમના કોઈ પેપર્સ રજુ કરેલ નહોતા. બેંકે બેંકના વકીલ મારફત પિયુષ જે. કારીયાએ શિવ કોર્પોરેશનના માલીક હરેશભાઈ દવે તથા ગાયત્રીનેબ પંડયાને કાયદેસરની નોટીશ પાઠવેલ હતી.
જેમાં મશીનરીની ખરીદી કેન્સલ કરેલ છે તેવું જાણવા મળેલ. શિવ કોર્પોરેશનએ લોનના 99 લાખ જેવી માતબર રકમનો દુરઉપયોગ કરી આ રકમ બેંકમાં પરત જમા કરાવવાને બદલે ગાયત્રીબેનના પર્સનલ ખાતામાં જમા કરાવી પબ્લિક મનીનો દુર ઉપયોગ થયેલાનું સામે આવતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બેંકના મેનેજર નેહા શર્માએ ફરીયાદ નોંધાવી હતી.
જેમાં હરેશભાઈ દવેએ રાજકોટની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ હતી. બેંકના વકીલે અને સરકારી વકીલે આગોતરા જામીન ન આપવા દલીલો કરી હતી. જે ધ્યાને લઈ એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ડી.એસ.સીંઘએ આરોપીની આગોતરા જામીન અરજી નામંજુર કરી હતી.
આ કામે સરકાર તરફે સરકારી વકીલ સમીરભાઈ ખીરા તેમજ ફરીયાદી બેંક તરફે વકીલ પિયુષ જે. કારીયા, પ્રધ્યુમનસિંહ એમ. જાડેજા, મોહિત લિંબાસીયા, ગૌરવ ચૌહાણ, પિયુષ કંડોળીયા, નિપુલભાઈ કારીયા તથા મદદનીશ તરીકે શૈલેષ દાફડા, ગૌતમ સોલંકી, અપેક્ષાબેન રાવલીયા રોકાયેલ હતા.

