Rajkot,તા.૧૮
રાજકારણથી દૂર કરતા ખોડલધામના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલનું સરદાર સન્માન યાત્રા દરમ્યાન મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે રાજકારણને સમાજ સાથે ન જોડવાની વાત કરી છે.
બારડોલીથી સોમનાથ સુધીની સરદાર સન્માન યાત્રાનું આયોજન કરાયું છે. સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતિ નિમિતે યાત્રાનું આયોજન કરાયું છે. ત્યારે સરદાર સન્માન યાત્રા રાજકોટ પહોંચી હતી. આ પ્રસંગે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્રના રાજકીય સામાજિક અગ્રણીઓએ પણ હાજરી આપી હતી. રેસકોર્સ રીંગ રોડ સરદાર પટેલ સ્ટેચ્યુ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે મીડિયા સાથે સંબોધનમાં કહ્યું કે, રાજકારણને સમાજને સાથે ન જોડી તો સારી બાબત છે. આ સરદાર પટેલની યાત્રા સામાજિક છે. આ સામાજિક યાત્રા છે અને સરદાર સાહેબને યાદ કરવાની યાત્રા છે. રાજકીય માણસોને પોતપોતાનો ઇન્ટરેસ્ટ હોય છે અને તેઓને સમાજ સાથે ન જોડવાની ટકોર કરતા વિવાદ સામે આવ્યો છે.
શિવરાજ પટેલે વધુમાં કહ્યું કે, રાજકીય માણસોનો પોતપોતાનો ઇન્ટરેસ્ટ હોય છે. તેઓ પોતાની રીતે સપોર્ટ લેતા હોય છે. રાજકીય રીતે કોઈ ઇન્વોલ્વ થતું હોય તો તેનો અર્થ છે. તેને અને સમાજને આપણે સાથે ન જોડીએ તો સારી વસ્તુ છે. ભારત દેશને આઝાદ માટે સરદાર પટેલ, મહાત્મા ગાંધીજી અને જવાહરલાલ નેહરુએ જે કર્યું છે તેના ૫ ટકા પણ અમે કરી શકીએ તો સારું રહેશે.આ યાત્રામા રાજકોટના ધારાસભ્યો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાજકોટના રાજવી પરિવારના માંધાતાસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના રાજકારણમાં વારંવાર નરેશ પટેલ અને તેમના પુત્ર શિવરાજ પટેલના રાજકારણમાં જોડાવાની ચર્ચા થતી રહે છે. જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે આ ચર્ચાને વેગ મળે છે. નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ લોકસભાની ચૂંટણી લડે તેવી ચર્ચાઓ ચાલી હતી.