યુવાનની આત્મહત્યા પછી પત્ની ગુમ થઈ હતી, ગુમ થયાના પાંચ દિવસ પછી પત્નીનો મૃતદેહ મળી આવ્યો હતો
Jamnagar, તા.૭
જામનગરના ધ્રોલમાં પતિની આત્મહત્યાના આઘાતથી પત્ની પણ કૂવામાં કૂદી હતી. યુવાનની આત્મહત્યા પછી પત્ની ગુમ થઈ હતી. ગુમ થયાના પાંચ દિવસ પછી પત્નીનો મૃતદેહ મળી આવ્યો હતો. પત્નીનો મૃતદેહ વાડીના કૂવામાંથી મળી આવ્યો હતો. પાંચ દિવસ પહેલા પતિએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. દંપતી વચ્ચે વિખવાદ પછી આ ઘટના બની હોવાની પોલીસને શંકા છે.
આ બનાવની વિગત જોઈએ તો ધ્રોલ તાલુકાના રોજીયા ગામમાં ખેડૂત લગધીરસિંહ જાડેજાની વાડીમાં પરપ્રાંતીય શ્રમિક દંપતી ખેતમજૂરી કરતું હતું. મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની દંપતીમાં પતિ ગોરધનભાઈ વસુનિયા અને પત્ની રાહલીબેન વસુનિયા મજૂરી કરતા હતા. દંપતી વચ્ચે ૩૦ ઓક્ટોબર ૨૦૨૫ની રાત્રે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ હતી.
પત્ની સાથે બોલાચાલીના કારણે પતિ ગોરધનભાઈને મનમાં લાગી આવ્યું હતું. તેના કારણે ગોરધનભાઈએ મગફળીના ગોડાઉનમાં ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી હતી. આ બાબતની જાણ થતાં રાહલી બેને ગોરધનભાઈએ તેમને નીચે ઉતાર્યા હતા, પરંતુ પતિ મૃત્યુ પામ્યા હોવાનું જાણી તે અચાનક ગભરાઈ ગઈ હતી. તેના કારણે આ બધું જાણે તેના કારણે થયુ જ હોવાનું તેને લાગતા તેણે વાડીના કૂવામાં જ કૂદીને આત્મહત્યા કરી હતી. આના પગલે રાહલીબેનને ભાઈએ પોલીસને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસમાં આત્મહત્યાનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

