Mumbai,તા.26
બોલીવૂડમાં સદંતર ફલોપ ગયેલી માનુષી છિલ્લર એવો વર્તાવ કરી રહી છે કે જાણે તે બોલીવૂડની સૌથી બીઝી કલાકાર હોય. તેણે તાજેતરમાં ઈમરાન હાશ્મી સાથેની ફિલ્મ ‘આવારાપન ટુ’ તારીખોનું બહાનું બતાવીને છોડી દીધી છે. સર્જકોએ હાલ તુરત માનુષીના સ્થાને નવી હિરોઈનની જાહેરાત કરવાને બદલે ઈમરાન અને દિશા પટાણી સાથે શૂટિંગ ચાલુ કરી દીધું છે.
જોકે, માનુષીના નજીકના વર્તુળો એવો દાવો કરી રહ્યા છે કે આ ફિલ્મ ક્યારેય માનુષીને ઓફર થઈ જ ન હતી. આથી તેના ફિલ્મ છોડી દેવાનો સવાલ જ નથી. આ ફિલ્મનું શૂટિંગ એક મહિના સુધી બેંગ્કોકમાં ચાલવાનું છે. આગામી જાન્યુઆરી સુધીમાં શૂટિંગ પૂર્ણ કરી એપ્રિલ માસમાં રીલિઝ કરી દેવાશે. જોકે, માનુષીના સ્થાને હવે નવી હિરોઈનની જાહેરાત થાય છે કે કેમ તેની રાહ જોવાઈ રહી છે.