Maharashtra,તા.17
મહારાષ્ટ્રમાં મરાઠી નહી જાણતા કે મરાઠી નહી બોલતા લોકો સામે શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓ દ્વારા સતત જે રીતે આક્રમક વલણ અપનાવાઈ રહ્યું છે તથા માર મારવામાં પણ આવે છે.
તે વચ્ચે ગઈકાલે વિક્રોલીમાં એક દુકાનદાર પર મરાઠી વિરોધી સોશ્યલ મીડીયા સ્ટેટસ મુકવાના મુદે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ટેકેદારોએ હુમલો કર્યો હતો અને તેને માફી માંગવાની ફરજ પાડી હતી.
એમએનએસના કેટલાક કાર્યકર્તાઓ આ દુકાનદાર પાસે ધસી ગયા હતા. તેના વોટસએપ સ્ટેટસમાં મરાઠી વિરોધી લખાણ હોવાનું કહીને તેને માર માર્યો હતો. બાદમાં તેને કાન પકડાવીને તથા બે હાથ જોડીને માફી માંગવા જણાવ્યું હતું જેનો વિડીયો પણ બાદમાં વાયરલ કર્યો હતો.