જીઆઇડીસીમાંથી કેબિન હટાવવા વારંવાર ધમકીઓ મળતી હોવાની રાવ
Rajkot,તા.29
સાપર પોલીસ સ્ટેશન હદમાં આવેલ કોપર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કેબિન રાખી ધંધો કરતા પરિવારના યુવાન પર કેબિન હટાવવા મુદ્દે હુમલો થતાં સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગેની પ્રાપ્ત વિગત મુજબ આંબેડકર નગર ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રહેતા અને કોલેજમાં અભ્યાસ કરતા નેમિત વિનુભાઈ સાગઠીયા ૨૪ ગઈકાલે રાત્રે ખોડીયાર હોટલ પાસે કોપર ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં પોતાની નાનીમાં રામીબેન ની કેબિનમાં બેઠો હતો ત્યારે આ જ વિસ્તારમાં રહેતા હુસેન ભાઈ અને વિક્રમભાઈ ભરવાડ નામના શખ્સોએ આવી ઝઘડો કરી ઢીકાપાટોનો માર મારી મોઢે અને શરીરે ઇજા કરી હતી નેમિતને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ સર્જરી વોર્ડ નંબર ત્રણમાં દાખલ કરેલ છે, બનાવના કારણોમાં ભોગ બનનાર ના પારિવારિક સૂત્રોમાંથી મળતી વિગત મુજબ નેમિત કોલેજમાં અભ્યાસ કરે છે અને તે સમય મળે તે કેબીન રાખી ગુજરાન ચલાવતા તેના વૃદ્ધ નાનીમા ને મદદરૂપ થવા જાય છે, નાની માં ની કેબીન હટાવવા મુદ્દે આજુબાજુના કેટલાક લોકો વારંવાર ધમકી આપે છે કેબિન હટાવવા મુદ્દે હુસેનભાઇ અને વિક્રમ ભરવાડએ આ હુમલો કર્યો હોવાનું નેમિત ના નાનીમા રામીબેન એ જણાવ્યું હતું