Morbi,તા.13
શકત શનાળા ગામે આવેલ કિરાણા સ્ટોરમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરનાર દુકાનદારને ઝડપી લઈને પોલીસે દારૂની ૬૫ બોટલનો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શકત શનાળા ગામે ઉમિયા સોસાયટીમાં કનૈયા પાન કિરાણા સ્ટોર દુકાનમાં આરોપી કિશોરભાઈ પનારા દારૂનો જથ્થો વેચાણ કરવા માટે રાખતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં દુકાનમાંથી દારૂની ૬૫ બોટલ કીમત રૂ ૪૮,૮૧૪ નો જથ્થો જપ્ત કરી આરોપી કિશોરભાઈ ઉર્ફે કાન્તીભાઈ હરજીભાઈ પનારા રહે શકત શનાળા વાળાને ઝડપી લીધો છે અન્ય આરોપી જુનેદ ઉર્ફે લાલો મહેબુબ માયકનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે