Dubai, તા.9
ભારતના મધ્યમ ક્રમના બેટ્સમેન શ્રેયસ અય્યરને ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્ર અને જેકબ ડફી સાથે માર્ચ માટે ICC ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની ખિતાબ જીતના આર્કિટેક્ટ પૈકીના એક શ્રેયસે પાંચ મેચમાં બે અડધી સદી સાથે 243 રન બનાવ્યા હતા. જમણા હાથના બેટ્સમેને ત્રણ વનડેમાં 172 રન બનાવ્યા અને ટૂર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા, એમ આઈસીસીએ મંગળવારે જણાવ્યું હતું.
રચિને ચાર મેચમાં બે સદી સહિત 263 રન બનાવ્યા અને ત્રણ વિકેટ પણ લીધી. જ્યારે વિશ્વના નંબર વન T20 બોલર ડફીએ 13 વિકેટ ઝડપી હતી. મહિલા વર્ગમાં અમેરિકાની ચેતના પ્રસાદ, ઓસ્ટ્રેલિયાની એનાબેલ સધરલેન્ડ અને જ્યોર્જિયા વોલ દાવેદાર છે.