Australiaતા.1
ઓસ્ટ્રેલિયા સામે વનડે સીરીઝ રમતી વખતે ઘાયલ થયેલ ભારતીય બેટસમેન શ્રેયસ અય્યરને સિડનીની હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. બીસીસીઆઈએ જણાવ્યું હતું કે હવે તે ફીટ છે.
ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી વનડે મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન બેટસમેન એલેકસ કેરીનો કેચ લેતી વખતે પડી જતા શ્રેયસ ઐય્યર ઘાયલ થયો હતો અને તેને પાંસળીમાં ઈજા થઈ હતી. શ્રેયસને સારવાર માટે આઈસીયુમાં દાખલ કરાયો હતો. બીસીસીઆઈએ જાહેર કર્યુ હતું કે તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે અને તે ફીટ છે. બીસીસીઆઈએ ડોકટરોનો આભાર માન્યો છે.
ઉલ્લેખનીય છે કે 30 વર્ષીય અય્યર હાલમાં માત્ર વનડે ફોર્મેટમાં રમી રહ્યો છે. તેણે કમરની સમસ્યાના કારણે છેલ્લા 6 મહિનાથી ટેસ્ટ ક્રિકેટથી અંતર રાખ્યું છે.

