Morbi,તા.29
મોરબીના શ્રી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના નોંધાયેલા સભ્યોનું નવા વર્ષ વિક્રમ સંવત ૨૦૮૨ નિમિત્તે સ્નેહમિલન યોજાનાર છે.
શ્રી મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના ટ્રસ્ટી મંડળમાં નક્કી થયા પ્રમાણે શ્રી મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિમાં નોંધાયેલા જ્ઞાતિસભ્યોનું સ્નેહમિલન જ્ઞાતિની ભોજન શાળા ખાતે રાખવામાં આવશે.આગામી દિનાંક 9/11/2025 રવિવારના રોજ સાંજે 05:30 કલાકે યોજનાર આ સ્નેહમિલનમાં ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવેલ છે.
આ માટે વ્યવસ્થાના ભાગ સ્વરૂપે મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી(ભોજનશાળા), વાંકાનેર દરવાજા પાસે,સબજેલ આગળથી સવારના 10 થી 12 અને સાંજે 5 થી 7 દરમિયાન ફક્ત સંસ્થામાં નોંધાયેલા સભ્યોએ દિનાંક 1/11 થી 8/11 સુધીમાં ભોજન-પાસ મેળવી લેવાના રહેશે તેમ ટ્રસ્ટી મંડળ દ્વારા યાદીમાં જણાવવામાં આવેલ છે.

