Dwarka, તા.૧૭
ગૌમાતાના લાભાર્થે અને દ્વારકા ગૌશાળાના નવનિર્માણના પ્રસંગે તા.૫ જૂનને ગુરૂવારથી શ્રીમદ ભાગવત સપ્તાહનુ આયોજન દેવભૂમિ દ્વારકામાં કરવામાં આવ્યું છે. આ શુભ પ્રસંગે વ્યાસપીઠ પર પંચઅગ્નિ અખાડાના પ્રથમ માતૃ સ્વરૂપા મહામંડલેશ્વર પૂજ્ય માં કનકેશ્વરીદેવીજીના શ્રીમુખે ભાગવત કથા મહાયજ્ઞનુ શુભ આયોજન કરેલ. કથા દ્વારકા ગૌશાળા મેદાન, ભથાણ ચોક ખાતે યોજાશે.
શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની શોભાયાત્ર તા.પ જૂન ગુરૂવારે બપોરે દ્વારકાધીશ મંદિરથી કથાના સ્થળ સુધી યોજાશે. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનો સમય સાંજના ૪ થી ૭ વાગ્યા સુધીનો રહેશે. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞએ એક એવો પવિત્ર પ્રસંગ છે જે ભક્તિ, સેવા અને સમાજ, સુધારણાને એકસાથે જોડે છે. આ કાર્યક્રમમાં ભાગ લઈને ભકતો ભગવાન શ્રીકૃષ્ણની ભકિતમાં ડૂબી શકશે અને ગૌમાતાની સેવા દ્વારા પુણ્ય કમાઈ શકશે. કથાનો પ્રારંભ તા.૫ જૂનને ગુરૂવારથી થશે અને કથા વિરામ તા.૧૧ જૂનને બુધવારે થશે. કથામાં અનેક ગૌશાળાના ગૌપાલકો અને અતિથિઓની ઉપસ્થિતિ રહેશે. શ્રીમદ ભાગવત સપ્તાહ દરમ્યાન પિતૃતર્પણ પોથી માટે તા.૧ જૂન સુધીમાં રાજુભાઈ હિન્ડોચા મો.નં.૯૮૯૮૧ ૪૮૧૫૦ નો સંપર્ક કરવાનો રહેશે.