New Delhi, તા.૨૮
ભારત માટે ગર્વની ક્ષણ ત્યારે આવી જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડાયેલા એક ઐતિહાસિક સંવાદમાં ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્શન શુભાંશુ શુક્લા સાથે ડાયરેક્ટ સંવાદ કર્યો. શુક્લા હાલમાં અંતરિક્ષમાં આવેલા પર છે અને ત્યાં ભારતની હાજરીનું પ્રતીક બનીને દેશનું નામ રોશન કરી રહ્યા છે.
આ વાતચીત ભારત માટે ખાસ હતી, કારણ કે શુભાંશુ છેલ્લા ૪૦ વર્ષોમાં અંતરિક્ષમાં જનારા પહેલા ભારતીય બની ગયા છે. શુભાંશુ શુક્લા, ત્રણ અન્ય અંતરિક્ષ યાત્રીઓ સાથે ૨૫ જૂને નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસઠના ડ્રેગન કેપ્સૂલમાં બેસીને પહોંચ્યા. તેઓ મિશનનો ભાગ છે. પ્રધાનમંત્રી કાર્યાલયે આ વાતચીતની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. ફોટોમાં પીએમ મોદી અને શુભાંશુ વીડિયો કોલ પર વાત કરતા દેખાઈ રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ ક્ષણ ભારત માટે ગર્વની છે. તેમણે શુભાંશુને પૂછ્યું કે, તેમને અંતરિક્ષમાં કેવું લાગી રહ્યું છે અને શું અનુભવે છે. શુભાંશુએ જણાવ્યું કે, અંતરિક્ષથી ધરતીને જોવાનો એક અલગ જ અનુભવ છે. ત્યાંથી ભારતને જોવું બહુ જ ગર્વની વાત છે.
શુભાંશુ શુક્લા ૧૯૮૪માં ગયેલા રાકેશ શર્મા બાદ અંતરિક્ષમાં જનારા પહેલા ભારતીય છે. તેમની આ સફર ભારત માટે બહુ મોટી સફળતા માનવામાં આવે છે.




