Jamnagar,તા.10
જામનગર શહેરમાં અભ્યાસ કરતા ધોરણ 10 અને 12માં ધોરણની બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ કરેલી મહેનત સાર્થક બને, તેવા શુભભાવથી ગઈકાલે તા. 9.2.2025 ને રવિવારે ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં 15 કૂંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન સવારે 8.00 થી 12.00 વાગ્યા દરમ્યાન કરવામાં આવ્યું હતું. નિ:શુલ્ક સંપન્ન થયેલા આ યજ્ઞમાં જોડાનારા તમામ વિદ્યાર્થીઓનું અક્ષત-કુમકુમથી સ્વાગત કરી, શુભેચ્છા સ્વરૂપે પેન-પુસ્તક અર્પણ કરી, મીઠું મોઠું કરાવવામાં આવ્યું હતું.
ઉપરાંત ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓના હસ્તે યજ્ઞમાં ગાયત્રી, સરસ્વતી, ગણેશજી, ગુરુજી, સૂર્યનારાયણ તેમજ મહામૃત્યુંજય મંત્રની આહુતિ અપાવવામાં આવી હતી.